For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાનગી શાળાની બસને અકસ્માત, વાલીઓમાં રોષ

|
Google Oneindia Gujarati News

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ખાનગી શાળાની બસને અકસ્માત, વાલીઓમાં રોષ

ખાનગી શાળાની બસને અકસ્માત, વાલીઓમાં રોષ

બોરસદ તાલુકાની ખાનગી સ્કૂલની સ્કૂલ બસને અકસ્માત થયો હતો. જોકે બાળકોને સામાન્ય ઇજાઓ જ થઈ હતી પરંતુ અવાર નવારની આવી ઘટનાઓને લીધે વાલીઓ રોષે ભરાયા હતા. વાલીઓની ફરિયાદ છે કે સ્કૂલ વાનના ચાલકો બેફામ રીતે વાહનો હંકારે છે. અકસ્માત થઈ તે બસ વહેરાની એક્સલેન્ટ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલ હતી અને આ બસે પંદર દિવસના ટૂંકાગાળામાં જ બે વખત અકસ્માતનો ભોગ બની છે. પંદર દિવસ અગાઉ તારાપુર માર્ગ પર ધર્મજ અને તારાપુર વચ્ચે રેલવે ફાટક પાસે સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો ત્યારે પાંચેક બાળકોને સામાન્ય ઇજાઓ થઇ હતી. જેને લઇને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

દલિત કાંડમાં 2 વ્યક્તિઓની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

દલિત કાંડમાં 2 વ્યક્તિઓની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

ઉના દલિત કેસમાં ક્રાઇમ બ્રાન્ચે હિતેશ ડાભી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ગિરસોમનાથ ના રહેવાસી તેવા હિતેશ ડાભીની પોલિસે દલિતો સામે અત્યાચાર કરવાના કેસમાં અટક કરી છે. નોંધનીય આ કેસમાં આજે 2 એમ કુલ 20 લોકોની સીબીઆઇએ અત્યાર સુધી ધરપકડ કરી છે. વળી હાઇકોર્ટે પણ આ કેસમાં અત્યાર સુધી સરકારે શું શું પગલા લીધા છે તેની જાણકારી માંગી છે.

આનંદો: 12 સ્ટેટ હાઇવે પર હવે ટોલ નહીં ચૂકવવો પડે

આનંદો: 12 સ્ટેટ હાઇવે પર હવે ટોલ નહીં ચૂકવવો પડે

ગુજરાતના 12 સ્ટેટ હાઇવેને ટોલટેક્સ મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં નીચે મુજબ હાઇવેનો સમાવેશ થાય છે. અમદાવાદ-મહેસાણા હાઇ-વે, અમદાવાદ-વિરમગામ-માળિયા હાઇવે, ભુજ-નખત્રાણા હાઇ વે, ડીસા- પાંથવાડા-ગુંદરી હાઇવે, બગોદરા-બામણબોર હાઇવે, વડોદરા-હાલોલ હાઇવે, રાજકોટ-જામનગર-વાડીનાર હાઇવે, કપડવંજ-મોડાસા હાઇ વે, હિંમતનગર બાયપાસ હાઇવે, વડોદરા-છાયાપુર રેલ ઓવરબ્રિજ હાઇવે, હાલોલ ગોધરા-શામળાજી હાઇવે અને કીમ-માંડવી હાઇવે.

રાજકોટમાં મનપાના દરોડા, 17 વેપારીઓને નોટિસ

રાજકોટમાં મનપાના દરોડા, 17 વેપારીઓને નોટિસ

રાજકોટમાં મનપાએ મીઠાઇ અને ખાદ્ય વસ્તુઓ વેચતા વેપારીઓ પર દરોડા પાડીને મોટી સંખ્યામાં અખાદ્ય સમાન ઝડપી પાડ્યો છે. અને આવી અખાદ્ય વસ્તુઓ વેચતા 17 વેપારીઓને આ અંગે નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે પાછલા લાંબા સમયથી રાજકોટમાં અખાદ્ય વસ્તુઓ ખુલ્લે આમ વેચાઇ રહી છે. અને લોકોના સ્વાસ્થય સામે ખતરો ઊભો કરી રહી છે.

છેલ્લા 3 દિવસમાં સીંગતેલના ડબ્બાના ભાવમાં 65 રૂપિયાનો વધારો

છેલ્લા 3 દિવસમાં સીંગતેલના ડબ્બાના ભાવમાં 65 રૂપિયાનો વધારો

ગુજરાતના સીંગતેલના ભાવ વધતા મોંધવારીએ ફરી એક વાર સામાન્ય લોકોની કમર તોડી દીધી છે. હાલ શ્રાવણ માસ જેવા તહેવારના દિવસો ચાલી રહ્યા છે ત્યારે સીંગતેલના ડબ્બાના ભાવમાં 3 દિવસમાં જ 65 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે લોકો ત્રાહીમામ થયા છે.

ટીવી જોવા બાબતે નાના ભાઇએ મોટા ભાઇને છરી મારી

ટીવી જોવા બાબતે નાના ભાઇએ મોટા ભાઇને છરી મારી

દક્ષિણ ગુજરાતના પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં બે સગાભાઈઓ વચ્ચે ટીવીના અવાજ મામલે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા નાના ભાઈ મહમદ શોએબ ઉસ્માન શેખે તેના મોટા ભાઈ અબુબકર ઉસ્માન શેખને પીઠના ભાગે ચાકુ હુલાવી દીધું હતું. એટલું જ નહીં પરિવારજનોને પણ જાનથી મારવાની ધમકી આપી હતી. જે બાદ માતાએ જ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલિસે અહમદની ધરપકડ કરી છે.

ગણપત યુનિવર્સિટીની યુવતી સેલ્ફી લેવા જતા પટકાઇ

ગણપત યુનિવર્સિટીની યુવતી સેલ્ફી લેવા જતા પટકાઇ

મહેસાણાના ખેરવામાં આવેલી ગણપત યુનિવર્સિટીના એમ કોમ પાર્ટ 2માં અભ્યાસ કરતી યુવતી હિરલ પટેલ, વરસાદી મૌસમમાં સેલ્ફી લેવા માટે કોલેજના ધાબા પર બનાવેલ વેન્ટીલેટર ફાયબર ડોમ પર બેઠી હતી પણ તે ડોમ તૂટી જતા યુવતી નીચે પટકાઇ હતી અને હોસ્પિટલ લઇ જવામાં આવે તે પહેલા જ મૃત્યુ પામી હતી. ત્યારે આ ધટનાથી સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો.

આણંદ ડીવાયએસપીનું તેમની જ બંદૂકની ગોળીથી મોત

આણંદ ડીવાયએસપીનું તેમની જ બંદૂકની ગોળીથી મોત

આણંદના નિવૃત ડીવાયએસપી કિરીટભાઈ બ્રહ્મભટ્ટનું પોતાની જ બંદુકની ગોળીથી મોત નિપજયું છે. કિરીટ બ્રહ્મભટ્ટ સવારે નવ વાગ્યાના અરસામાં લાયસન્સ વાળી પોતાની ખાનગી રિવોલ્વર સાફ કરી રહ્યા હતા.તે સમયે અચાનક તેમાંથી ગોળી છુટતા તે ગળાના ભાગે વાગે હતી અને તેમનું મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તેમજ અકસ્માતે ગોળી છુટી હોવાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

વાપીમાં સગીર યુવતીને પ્રેમસંબંધના નામે ભગાડી જઈ આચર્યું દુષ્કર્મ

વાપીમાં સગીર યુવતીને પ્રેમસંબંધના નામે ભગાડી જઈ આચર્યું દુષ્કર્મ

વાપીના નારગોલ ગામના આદિવાસી પરિવારની સગીર દીકરીને પ્રેમજાળમાં ફસાવી સરીગામનો મુસ્લિમ યુવાન ભગાડી ગયો હતો. જે બાદ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે પોલીસે બંનેને ભરૂચના દહેજ ખાતેથી પકડી પાડી પાડ્યા હતા સગીરાને ભગાડી જનાર અબ્દુલ રહેમાન શેખ પર પોલીસે આઇપીસી 376, પોસ્કો કલમ 3, 4, 7, 8 મુજબ ગુનો નોંધી સળિયા પાછળ ધકેલી દીધો છે. તેમજ સગીરાને માતાપિતાને સોંપી હતી.

English summary
august 11 top local news gujarat bullet news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X