ગુજરાત આસપાસ: મુખ્ય સમાચારો પર એક નજર

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અનામત આંદોલન

અનામત આંદોલન

પાટીદારો દ્વાાર અનામત આંદોલન સમગ્ર ગુજરાતમાં વેગ પકડી રહ્યું છે. બોટાદમાં પાટીદારોએ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં 25થી 30 હજારની સંખ્યામાં પાટીદારો જોડાયા હતા.બોટાદના લેઉવા પટેલ સમાજની અગ્રણીએ સરકાર પર કર્યા પ્રહારો, પાટીદારો જ સરકારને ચૂંટીને લાવે છે.

તમંચા અને કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો

તમંચા અને કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદમાં ધીરે ધીરે ક્રાઇમ વધતું જઇ રહ્યું છે અને જેમ જેમ 15મી ઓગસ્ટ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ પોલીસની કડક તપાસ વધી રહી છે. એવી જ તપાસમાં તમંચા અને કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો છે. ક્રાઈમબ્રાંચે જશોદાનગર વિસ્તારમાંથી કરી ધરપકડ.

જયહિંદ ટ્રોફીનો પ્રારંભ

જયહિંદ ટ્રોફીનો પ્રારંભ

જામનગરના ઐતિહાસિક ક્રિકેટ મેદાન પર આજે જયહિંદ ટ્રોફીનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં પ્રથમ દિવસના મુકાબલામાં પોરબંદર અને જામનગર ટીમ એક સાથે ટકરાશે.

રોગચાળાથી સવા મહિનામાં 14નાં મોત

રોગચાળાથી સવા મહિનામાં 14નાં મોત

વરસાદ બાદ ગુજરાતમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. માહિતી અનુસાર રોગચાળાથી સવા મહિનામાં 14નાં મોત થયા છે. આ રોગોમાં ડેગ્ન્યુ, મેલેરિયા અને ઝાડા ઉલટીનો પણ સમાવેશ થાય છે.

આનંદીબહેન પટેલે કર્યુ મહિલાઓનું સન્માન

આનંદીબહેન પટેલે કર્યુ મહિલાઓનું સન્માન

મહિલા શક્તિ એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાયો, જે અંતર્ગત મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કર્યુ મહિલાઓનું સન્માન.

કરોડોની કિંમતનો જમીન કૌભાંડ મામલો

કરોડોની કિંમતનો જમીન કૌભાંડ મામલો

કરોડોની કિંમતનો જમીન કૌભાંડ મામલો સામે આવ્યો. કૌભાંડમાં કલેક્ટરના સ્ટેને હાઈકોર્ટમાં પડકાર. રૂ.700 કરોડના જમીનના કૌભાંડ પર લગાવાઈ બ્રેક.

શહીદ પ્રેમકુમાર પાટીલની અંતિમયાત્રા

શહીદ પ્રેમકુમાર પાટીલની અંતિમયાત્રા

વાપીમાં શહીદ પ્રેમકુમાર પાટીલની અંતિમયાત્રા નીકળી. પ્રેમકુમાર પાટીલની અંતિમયાત્રા બલિઠા સ્મશાનભૂમિ પહોંચી હતી. હજારો લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા.

બહેને કરાવ્યો ભાઈ ઉપર ખૂની હુમલો

બહેને કરાવ્યો ભાઈ ઉપર ખૂની હુમલો

રાજકોટમાં બહેને કરાવ્યો ભાઈ ઉપર ખૂની હુમલો. એક જ પરિવારમાં જમીન બાબતે ધિંગાણું સર્જાયું. 9 લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસ તપાસ શરૂ.

બાપુના ભાજપ પર પ્રહાર

બાપુના ભાજપ પર પ્રહાર

કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાએ આજે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે 'હું ભાજપમાં હોત તો સાહેબ PM ના હોત, બહેન CM ના હોત. ' કોંગ્રેસી કાર્યકરોએ જણાવ્યું હતું કે 'જો બાપુ ભાજપમાં હોત તો અત્યારે સીએમ હોત.'

જજોને ફાળવાયેલા પ્લોટથી થયેલા વિવાદનો મામલો

જજોને ફાળવાયેલા પ્લોટથી થયેલા વિવાદનો મામલો

જીએચએએના પ્રમુખ યતીન ઓઝાનું નિવદેન
સીટીંગ જજ દ્વારા પ્લોટ લઈ શકાય નહીં

પાટણ/સુરત

પાટણ/સુરત

- સિદ્ધપુરમાં પાટીદારોની અનામત આંદોલન રેલી યોજાઈ. 8 હજાર જેટલા પાટીદારો રેલીમાં જોડાયા.
- સુરતમાં 17 ઓગસ્ટે યોજાશે રેલી. રેલીમાં ભરુચ જિલ્લાના પાટીદારો પણ જોડાશે

સંગીતા પાટીલના લાયસન્સનો મામલો

સંગીતા પાટીલના લાયસન્સનો મામલો

ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલના લાયસન્સનો મામલો બિચક્યો. પાટીલનું વિવાદાસ્પદ લાયસન્સ રદ કરવા આવેદન પત્ર સુપરત કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X