For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શામળાજીથી મળ્યો દારૂનો મોટો જથ્થો

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

શામળાજીથી મળ્યો દારૂનો મોટો જથ્થો

શામળાજીથી મળ્યો દારૂનો મોટો જથ્થો

શામળાજી પાસેથી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં પોલિસને સફળતા મળે છે. બિસ્કીટના બોક્સની આડમાં લઇ જવાતા લગભગ 6 લાખના દારૂને શામળાજી પોલિસે પકડી પાડ્યો છે.

સુરતમાં આર્મી જવાનોને બાંધવામાં આવી રાખડી

સુરતમાં આર્મી જવાનોને બાંધવામાં આવી રાખડી

હાલમાં અનામત આંદોલન બાદ સર્જાયેલી સ્થિતિઓને સંભાળવા માટે ગુજરાત ભરમાં સેનાની અનેક ટુકડીઓને બોલવવામાં આવી છે. ત્યારે ખડે પગે લોકોની રક્ષા કરતા ભારતીય સેનાના આ વીર જવાનોને સુરતની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી તેમની લાંબી આયુની કામના કરી હતી.

આનંદીબેન આપી રક્ષાબંધનની બધાઇ

આનંદીબેન આપી રક્ષાબંધનની બધાઇ

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રક્ષાબંધનના પાવન અવસર પર ગુજરાતમાં લોકોને આ પાવન અવસરની શુભેચ્છા તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આપી હતી

રાજ્યમાં હજુ પણ બે દિવસ રહેશે મોબાઇલ-ઇન્ટરનેટ બંધ

રાજ્યમાં હજુ પણ બે દિવસ રહેશે મોબાઇલ-ઇન્ટરનેટ બંધ

પટેલ અનામત આંદોલન બાદ થયેલ હિંસક અથડામણને જોતા રાજ્ય સરકારે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે આ પ્રતિબંધ રવિવાર સુધી લંબાવવામાં આવ્યો છે.

મહેસાણામાં પટેલ-ઠાકોર જૂથ વચ્ચે અથડામણ

મહેસાણામાં પટેલ-ઠાકોર જૂથ વચ્ચે અથડામણ

મહેસાણાના રામોસણા ગામમાં સામાન્ય બોલચાલમાં વાત વણસતા પટેલ અને ઠાકોર જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં લગભગ 8 લોકોને ઇજાગ્રસ્ત થયા છે. જે બાદ પોલીસ ગામને યુદ્ધ છાવણીમાં ફેરવી દીધુ હતું.

પાલનપુર પોલિસ સ્ટેશનમાં એક ભૂલે પોલિસકર્મીનો જીવ લીધો

પાલનપુર પોલિસ સ્ટેશનમાં એક ભૂલે પોલિસકર્મીનો જીવ લીધો

અનામત આંદોલનન પગલે પોલિસ દ્વારા હથિયાર જમા કરવાની કાર્યવાહીને હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન હથિયાર તપાસમાંથી આકસ્મિક ગોળી છૂટી જતા એક પોલિસકર્મીનું મોત નિપજ્યું હતું.

આરોગ્ય વિભાગે રક્ષાબંધનના સંદર્ભમાં 20 મીઠાઇની દુકાનોમાં પાડ્યા દરોડા

આરોગ્ય વિભાગે રક્ષાબંધનના સંદર્ભમાં 20 મીઠાઇની દુકાનોમાં પાડ્યા દરોડા

શુક્રવારે, વડોદરામાં રક્ષાબંધન પહેલા ખાદ્યપદાર્થોની ચકાસણી માટે આરોગ્ય વિભાગે દરોડા પાડીને ચેકિંગ હાથ ધર્યું હતું અને નમૂના લીધા હતા.

કચ્છી કળા ઉતરી મુંબઇના રેમ્પ વોક પર

કચ્છી કળા ઉતરી મુંબઇના રેમ્પ વોક પર

શુક્રવારે, લેક મે ફેશન શોમાં ડિઝાઇનર અનિતા ડોંગરાએ કચ્છી હાથવટાણ અને કારગિરી સાથે આ કામ ખૂબ જ સુંદર રીતે કરી જાણતી કચ્છી મહિલાઓને રેમ્પ પર ઉતારી હતી. જેમાં જાણીતી બોલીવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા પર તેમની સાથે હતી.

English summary
August 29 : Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X