For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપાણીના પ્રધાનમંડળમાં આ નવા ચહેરાનો સમાવેશ

|
Google Oneindia Gujarati News

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રૂપાણીના પ્રધાનમંડળમાં આ નવા ચહેરાનો સમાવેશ

રૂપાણીના પ્રધાનમંડળમાં આ નવા ચહેરાનો સમાવેશ

ગુજરાતના 16 મુખ્યમંત્રી તરીકે આજે વિજય રૂપાણી 12.39ના વિજયમહૂર્તે શપથ લઇ રહ્યાં છે. સૌરભ પટેલ, રમણ વોરા, નાનુ વનાણી, મંગુ પટેલ, જ્યદ્રથસિંહ પરમાર, છત્રસિંહ મોરી, વસુબેન ત્રિવેદીની બાદબાકી થશે. દિલીપ ઠાકોર, વલ્લભ કાકડિયા, નિર્મલા વાધવાણ, ઇશ્વર પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થશે.

ઉંઝા પદયાત્રામાં હજારો પાટીદારો જોડાયા

ઉંઝા પદયાત્રામાં હજારો પાટીદારો જોડાયા

મહેસાણા તાલુકાના હજારો પાટીદારો રવિવારે સવારે 8 કલાકે મોઢેરા રોડ પર નીલકંઠ મહાદેવ મંદિરે એકઠા થયા હતા. સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરીને પાટીદારોએ ઊંઝા તરફ પ્રયાણ કર્યું હતું. સાથે જ પાટીદારોએ આંદોલન ચાલુ રાખવાનો હુંકાર કર્યો હતો.

રાજકોટમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ પકડાયું

રાજકોટમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ પકડાયું

રાજકોટ પોલીસે 150 ફૂટ રિંગ રોડ પરના હબિંગ બર્ડ અને ઇસ્કોન મોલમાં બ્લૂમૂન નામે ચાલતા સ્પા પર દરોડા પાડ્યા હતા. અહ્યાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે થાઇલેન્ડ અને અરૂણાચલ પ્રદેશની દસ યુવતીને મુક્ત કરાવી ચાર ગ્રાહક સહિત સાતની ધરપકડ કરી હતી.

વલસાડની ઓરંગા નદી બેકાંઠે, નીચાણવાળા વિસ્તારોને કર્યા એલર્ટ

વલસાડની ઓરંગા નદી બેકાંઠે, નીચાણવાળા વિસ્તારોને કર્યા એલર્ટ

વલસાડની ઓરંગા નદી બેકાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જળસ્તરમાં વધારો થવા લાગ્યો છે. વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યું લાગ્યું છે. નવસારીનાં 10 ગામને એલર્ટ કરવામાં આવ્યાં. ડીપરોડ પર પાણી ફરી વળતાં વલસાડનો બંદર રોડ બંધ કરવામાં આવ્યો છે.

ECB ક્વૉટા રદ થતાં તમામ પ્રવેશ કાર્યવાહી પર લાગી બ્રેક

ECB ક્વૉટા રદ થતાં તમામ પ્રવેશ કાર્યવાહી પર લાગી બ્રેક

ગુજરાત હાઈકોર્ટ દ્વારા EBC રદ કરાતા પ્રવેશ સમિતિ સામે નવી સમસ્યા ઊભી થઈ છે. એડમિશન કમિટી દ્વારા હાલમાં જે અભ્યાસક્રમોની પ્રવેશ કાર્યવાહી ચાલુ છે તેને અટકાવી છે. જે વિદ્યાર્થીઓને EBC ક્વોટામાં પ્રવેશ ફાળવી દેવાયા છે તેમના માટે સરકાર તરફથી સ્પષ્ટતા આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.

નીતિન પટેલે રાજીનામું આપી આંદોલનમાં જોડાઇ જવું જોઇએંઃ હાર્દિક

નીતિન પટેલે રાજીનામું આપી આંદોલનમાં જોડાઇ જવું જોઇએંઃ હાર્દિક

ગુજરાતના નવા સીએમની પસંદગીની સાથે જ નીતિન પટેલના નામની અટકળોનો અંત આવ્યો. નવા સીએમ તરીકે વિજય રૂપાણીના નામની પસંદગી કરવામાં આવી છે. ત્યારે હાર્દિક પટેલે કહ્યું કે નીતિન પટેલને ભાજપે લોલીપોપ પકડાવી દીધું છે.

સાવરકુંડલામાં વિજય રૂપાણી તથા અમિત શાહના પૂતળાનું દહન

સાવરકુંડલામાં વિજય રૂપાણી તથા અમિત શાહના પૂતળાનું દહન

ગુજરાતના મુખ્યમંત્રીની રેસમા છેક સુધી નીતિન પટેલનું નામ આગળ રહેતા છેલ્લે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવાયા છે તે બાબતથી નારાજ પાટીદારોના એક વર્ગે સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુંડા ખાતે વિજયભાઇ રૂપાણી અને અમીત શાહના પુતળાનુ દહન કર્યુ હતુ. સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક પાટીદાર યુવાનો દ્વારા આ પુતળાનુ દહન કરવામાં આવ્યુ હતુ. ગાંધીનગરમા જે હાઇવોલ્ટેજ ડ્રામા થયો તેમાં વિજય રૂપાણીને આગળ કરતા કેટલાક લોકો નારાજ જોવા મળ્યા છે.

વાસંદાના જૂજ તથા કેલિયા ડેમ ઓવરફલોની તૈયારીમાં, જાહેર કરાયું એલર્ટ

વાસંદાના જૂજ તથા કેલિયા ડેમ ઓવરફલોની તૈયારીમાં, જાહેર કરાયું એલર્ટ

નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે વાંસદા તાલુકાના જૂજ અને કેલીયા ડેમ ઓવરફ્લો થતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું આ ગામના તલાટીઓને પણ સાવચેત રહેવા માટે કલેક્ટરે સૂચના આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં એક અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદના કારણે ગામોને જોડતા કોઝવેનું ભારે ધોવાણ થયું છે. વરસાદના કારણે ડાંગ જિલ્લાના 30 ગામ છેલ્લાં 48 કલાકથી સંપર્ક વિહોણા બન્યા છે શનિવારે સાંજે 5.00 કલાકે ધમડાછા નજીક અંબિકા નદીમાં પૂરની સ્થિતી જોવા મળી રહી છે.

બીએપીએસના સંતોના આશીર્વાદ

બીએપીએસના સંતોના આશીર્વાદ

રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ રવિવારના રોજ બપોરે 12.39 વાગે શપથ ગ્રહણ કર્યા હતા તે અગાઉ તેઓ ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મળ્યા હતા . સાથે સાથે વિજય રૂપાણીએ બીએપીએસના સંત બ્રહ્મવિહારી સ્વામીના આશીર્વાદ લીધા હતા. અને બ્રહ્મવિહારી સ્વામીએ તેમને મોં મીઠું કરાવીને આશીર્વાદ પાઠવ્યા હતા. નવા મંત્રી મંડળની શપથવિધીમાં પણ ઘણ અગ્રણી સાધુ સંતો સહિત વિવિધ રાજનેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વતંત્રતા દિવસ સંદર્ભે રન ફોર મોરબીનું આયોજન

સ્વતંત્રતા દિવસ સંદર્ભે રન ફોર મોરબીનું આયોજન

ગુજરાતમાં રાજય કક્ષાના સ્વતંત્ર્તા દિવસની ઉજવણી મોરબીમાં થવાની છે તેને અનુલક્ષીને ૧૫ ઓગસ્ટ સુધીના સળંગ કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે જેમાં રન ફોર મોરબી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી ખાતે સૌપ્રથમ વખત આ પ્રકારની દોડ યોજાઇ હતી. રન ફોર મોરબીમાં યુવાનો વિદ્યાર્થીઓ સહિતના નગરજનો જોડાયા હતા.

વરસાદને કારણે કચ્છનું સફેદ રણ દરિયામાં ફેરવાયું

વરસાદને કારણે કચ્છનું સફેદ રણ દરિયામાં ફેરવાયું

અત્યાર સુધી કચ્છમાં હાથતાળી આપી રહેલો વરસાદ કચ્છમાં મન મૂકીને વરસી રહ્યો છે તેના પરિણામે કચ્છના સફેદ રણમાં પાણીથી છલોછલ ભરાઈ ગયું હતું. ગઇકાલે સવારથી કચ્છના અબડાસા, નખત્રાણા, લખપત અને ખાવડા પંથકમાં ભરપૂર વરસાદ થતા કચ્છનું સફેદ રણ દરિયા જેવું બની ગયું હતું. વરસાદને કારણે કાળા ડુંગર ઉપરથી વહેતા ઝરણાને લીધે માહોલ રમણીય બની ગયો છે.

English summary
august 7 top local news gujarat bullet news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X