CM શપથવિધીથી પરત ફરતા ભાજપ અગ્રણીને નડ્યો અકસ્માત
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

CM શપથવિધીથી પરત ફરતા ભાજપ અગ્રણીને નડ્યો અકસ્માત
નવા મુખ્યમંત્રી વિજય રૂપાણી મંત્રી મંડળના યોજાયેલ શપથવિધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સાંજે ભાવનગર પરત ફરી રહેલ ભાજપના શહેર ઉપપ્રમુખ તથા ગણેશ ઉત્સવ ફેમસ દિવડી ગ્રપના અગ્રણી રમેશ સવાણી તથા અન્ય એક શહેરના અગ્રણી બિલ્ડર અને સહકારી હાટના ડાયરેકટર સુરેશભાઈ બદાણીની મારૂતિકારનો એક લકઝરી બસ કાર સાથે ધડાકાભેર અથડાતા ઘટના સ્થળે જ બંને મહાનુભાવોના કરૂણ મોત થયા હતા જેના પરિણામે ભાજપ કાર્યકર્તા અને આ બંનેના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

શ્રાવણ મહિના પહેલો સોમવાર, હર હર મહાદેવ
આજે શ્રાવણના પ્રથમ સોમવારે ગુજરાત ભરના શિવમંદિરો હર હર મહાદેવના નાદ ગૂંજૂ ઉઠ્યા હતા. ખાસ તો ભક્તોની આસ્થાના કેન્દ્ર સોમનાથમાં ભાર વરસાદ વચ્ચે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમ્ટ્યું હતુ. આજે સોમાનાથ ખાતે ભગવાન શિવજીની પાલખી નીકળી હતી. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. અને વરસાદ તથા દરિયાના ઠંડા પવનો વચ્ચે પણ ભક્તજનોએ કતારબદ્ધ રહીને શિવદર્શનનો લ્હાવો લીધો હતો. તેમજ આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા

આઇટીઆઇની રિસિપ્ટ લેવા ગયેલો યુવકે મોતની છલાંગ લગાવી
વડોદરાના વાઘોડિયામાં રહેત 17 વર્ષનો અજય તેના મિત્ર જયેશ સાથે આઇટીઆઇ પરીક્ષાની રિસિપ્ટ લેવા ગયો હતો પરંતુ તેણે ગંભીરપુરા કેનાલ પાસે પહોંચીને કેનાલમાં ઝંપલાવી દીધુ હતું. કેનાલમાં ઝંપલાવતા અગાઉ અજયે હાથની ચાંદીની લક્કી તથા રોકડા પૈસા મિત્રને આપીને કહ્યુ હતું કે મને કોઈ બીજો મિત્ર લેવા આવશે. જોકે અજયે કેનાલમાં શા માટે ઝંપલાવ્યું તે અંગે અટરકળો થઈ રહી છે પોલીસે આ અંગે અજયના પરિવારને જાણ કરતા પરિવારન માથે આભ તૂટી પડ્યું હતું. ફાયર બિગ્રેડ મોડા સુધી અજયને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમા કોઈ સફળતા મળી નહોતી.

શ્રાવણનો સોમવાર અને વરસાદે કર્યો અમદાવાદનો ટ્રાફિક જામ
આજે સવારે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદે ઝાપટા સાથે પડીને સ્કૂલે અને ઓફિસે જતા લોકોને મુશ્કેલી વધારી હતી. વળી શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થવાની સમસ્યાથી સામાન્ય લોકો પરેશાન થયા હતા.

પાવાગઢ નજીક 200 લોકોને રેસ્ક્યૂ કરાયા
યાત્રાધામ પાવાગઢ નજીક જંગલમાં આવેલ ખુણેશ્વર મહાદેવના મંદિરે પડતા ધોધમાં ન્હાવા પડેલા પ્રવાસીઓ વિશ્વામિત્રી નદીમાં પાણી વધી જતા ફસાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા નહોત. આ ઘટનાની જાણ ખૂણેશ્વર મહાદેવના પૂજારીને થતા તેઓએ નજીકના ગામના સરપંચ તથા પોલીસને જાણકરી હતી અને તુરંત પગલાં લેતા ફાયર બિગ્રેડની ટીમ પણ દોડી આવી હતી અને દોરડા વડે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.












Click it and Unblock the Notifications
