ગુજરાતમાં બાબા રામદેવઃ 'યોગથી થશે સમાજ ભ્રષ્ટાચાર-મુક્ત'

Subscribe to Oneindia News

21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યાં બાદ તેમણે યોગ પર ખૂબ ભાર મુક્યો છે. આ વર્ષે પણ દેશભરમાં અને ગુજરાતમાં યોગ દિવસની ઉજવણી ધામધૂમથી કરવમાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે જ બાબા રામદેવ બુધવારના રોજ અમદાવાદ પહોંચ્યા હતા.

baba ramdev

CMને મળવા પહોંચ્યા રામદેવ

અમદાવાદ એરપોર્ટ ખાતે બાબા રામદેવનું તેમના ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી સીધા બાબા રામદેવ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને મળવા પહોંચ્યા હતા. તેમણે અમદાવાદના સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ભક્તિ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ સાથે જ તેમણે અદાવાદમાં યોગ દિવસ માટે થઇ રહેલ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું.

baba ramdev

દેશની પ્રગતિ માટે જરૂરી યોગ-ઉદ્યોગ

અહીં બાબા રામદેવે કહ્યું હતું કે, જેટલા યોગ કરવામાં આવશે તેટલો સમાજ ભ્રષ્ટાચાર-મુક્ત થશે. આજથી 25 વર્ષ પહેલાં સુરતથી યોગ આંદોલનની શરૂઆત થઇ અને દેશની સૂરત બદલાઇ ગઇ, ગુજરાત મારી યોગની કર્મભૂમિ છે. દેશની પ્રગતિ માટે યોગ અને ઉદ્યોગ બંન્ને જરૂરી છે. આધ્યાત્મિક અને આર્થિક પ્રગતિ દ્વારા જ દેશ આગળ વધી શકે છે. તેમણે પોતાના ભક્તો સાથે યોગ અંગે ચર્ચા પણ કરી હતી.

English summary
Baba Ramdev landed in Ahmedabad on 10th May. He met CM Vijay Rupani.
Please Wait while comments are loading...