બાબરી કેસમાં આજે સુનવણી, અડવાણીને મળવા પહોંચ્યા યોગી

Posted By:
Subscribe to Oneindia News

બાબરી ધ્વંશ મામલે આજે લખનઉમાં સુનવણી થશે. બાબરી ધ્વંશ એક અપરાધિક કાવતરું હતું કે નહીં તે અંગે ચાલતા કેસમાં આજે સુનવણી થતા આ કેસ સાથે જોડાયેલા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી અને ઉમા ભારતી સમેત તમામ નેતાઓ કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોર્ટ જતા પહેલા મુરલી મનોહર જોશી અને લાલ કૃષ્ણ અડવાણી લખનઉમાં વીવીઆઇપી ગેસ્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમને મળવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા.

yogi

ઉલ્લેખનીય છે કે કોર્ટમાં વકીલના દાવા છે કે બાબરી ધ્વંશ કરવા માટે અડવાણી, ઉમા અને જોશીએ બેઠક કરી હતી અને લોકોને ચડામણી કરીને બાબરી તોડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તો બીજી તરફ અડવાણી અને જોશીનું કહેવું છે કે તે સમયે તેમણે લોકોને બાબરી ના તોડવા જણાવ્યું હતું પણ લોકોની ભીડનો જુવાળ એટલો હતો કે લોકોનું ટોળું બાબરી મસ્જિદને તોડવા માટે બેકાબુ બન્યું હતું.

English summary
Babri demolition court to hear the case against LK Advani and Murli Manohar Joshi reaches Lucknow.
Please Wait while comments are loading...