મંગળવારે સાંજે 5 વાગ્યાથી પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ, જાણો બીજી તમામ બાબતો

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 29 નવેમ્બરે સાંજના 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે.

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 29 નવેમ્બરે સાંજના 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે.

election commission

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહે છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે.

પ્રથમ તબક્કામાં 29 નવેમ્બરે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરાશે. જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે સાંજે 5 કલાકે મતદાન પૂરું થવાનું હોઈ બીજા તબક્કાની ચૂંટણી માટે 3 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરવાનો રહે છે. અહીં તમને જણાવી દઈએ કે, 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X