કોહલી ગેંગના બે કુખ્યાત આરોપીઓની ધરપકડ

Subscribe to Oneindia News

બનાસકાંઠાનાં જિલ્લાની એલસીબી ટીમે ડીસામાંથી લૂંટ, અપહરણ અને ખંડણીના ગુનામાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આંતર રાજ્ય કોહલી ગેંગના બે કુખ્યાત આરોપીઓને ડીસામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ પર કાણોદર પાસે દવાના વેપારી પાસેથી લૂંટ, વડગામમાં સોની પાસેથી ખંડણી અને પાલનપુરના વેપારી પાસેથી થેલાની લૂંટ જેવા આરોપો છે.

police

મહારાષ્ટ્રની કોહલી ગેંગના મુંબઇના વસાઇમાં રહેતા જગદીશ દિવાનસિંહ બહાદુરરામ કોહલી અને જોગેશ્વરી પૂર્વમાં રહેતા તારાચંદ દીપચંદ ગુપ્તા ડીસા આવેલ હતા. આ અંગે પોલીસને બાતમી મળી હતી. પોલીસે બંને ધરપકડ કરી પૂછપરછ કરતાં બનાસકાંઠામાં અલગ-અલગ પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટ, અપહરણ અને ખંડણી વસૂલીના ગૂના આચર્યા હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી.

કોહલી ગેંગના આરોપીઓ મુંબઇની પઠાણવાડીમાં રહેતા અને બસુ ગામના અનીશ અબ્દુલરજાક દાવડાના સંપર્કમાં આવ્યા હતા તથા અનીશ મારફતે પાલનપુરના તાહીર સૈયદ અને અન્ય શખ્સોના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓ આ સંપર્કોના આધારે ગુજરાતમાં ગૂનાઓ કરીને મુંબઇ નાસી જતા હતા. જિલ્લા એલસીબી પોલીસે આ ગૂનાઓમાં અગાઉ ડીસાના ઝેરડાના સંજયકુમાર સોની, ચાંગાના મહાજ ઉર્ફે સમીર સુણેસરા અને દાંતીવાડાના મહેન્દ્રસિંહ ઉર્ફે કાળુસિંહ ચૌહાણની અટકાયત કરી હતી.

English summary
banaskantha: arrested 2 accused of the gang by Lcb police.Read here more.
Please Wait while comments are loading...