પાણીની અછતથી ત્રસ્ત ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

Subscribe to Oneindia News

ગુજરાતમાં ઉનાળુ પાક લેતા ખેડૂતો ની ચિંતા વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકના ખેડૂતો પાણી ન મળતાં તંત્ર પર રોષે ભરાયા છે. ખેડૂતોને પિયત માટે પાણી ન મળતાં તેઓ રોષે ભરાયા છે. પોતાની સમસ્યાના નિવારણ માટે તેમણે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.

farmers protest

ભાભરની માઈનોર, જેના પર ખેડૂતો નિર્ભર છે, તે કેનાલમાં નર્મદા નું પાણી ન છોડાતાં ખેડૂતોને માથે જાણે આફત આવી પડી છે. ખેડૂતોને પાણીની અછત પડી રહી છે. આ પરિસ્થિતિથી ત્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં કેનાલ પર પહોંચ્યા હતા તથા તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.

અહીં વાંચો - PMના સ્વાગતમાં સુરતના શણગાર..જુઓ તસવીરો..

ખેડૂતો દ્વારા માઈનોર કેનાલમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે કે, જો માઈનોર કેનાલમાં પાણી છોડવામાં નહી આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

English summary
Banaskantha: Farmers protests near Canal.
Please Wait while comments are loading...