રેશનિંગનો જથ્થો સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું
બનાસકાંઠાના લાખણી તાલુકા ખાતેથી રેશનિંગનો જથ્થો સગેવગે કરવાનું મોટું કૌભાડ ઝડપાયું છે.
બનાસકાંઠા ના લાખણી તાલુકા ખાતેથી રેશનિંગનો જથ્થો સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. લાખણી તાલુકાના ગામડી ગામની આ ઘટના છે. સસ્તા અનાજની દુકાનોના જથ્થાના બારદાન બારોબોર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે.

એક ગોડાઉન તથા 2 ટ્રક મળીને 1000થી પણ વધુ અનાજની ગુણો જપ્ત કરવામાં આવી છે. પુરવઠા વિભાગની તપાસ પહેલાં જ ટ્રક ચલક અને ગોડાઉનના માણસો ભાગી નીક્ળ્યા હતા. જિલ્લા પુરવઠા વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી તમામ માલ કબજે કર્યો છે તથા આગળની તપાસ હાથ ધરી છે.













Click it and Unblock the Notifications
