• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Facebook પર શરીર વેચનાર ચાંદનીની મદદ માટે પહોંચ્યા 'મદદગાર'

By Kumar Dushyant
|

વડોદરા, 29 નવેમ્બર: ''ભારતની દિકરી ભારત પાસે માંગી રહી છે સુરક્ષાનું વરદાન, તો પછી કેમ મૌન છે તંત્ર, કેમ ઉભું છે ભારત'', આ શબ્દો વડોદરાની ''ચાંદની રાજગોર'ના છે, જેણે આર્થિક તંગીના લીધે ફેસબુક પર પોતાના દેહની બોલી લગાવી દિધી. ચાંદની પોતાના બિમાર માતા-પિતાની સારવાર કરાવવા માંગે છે. ચાંદનીના આ પગલાંના સમાચાર આખા દેશમાં આગની માફક ફેલાઇ ગયા. પોતાનું શરીર વેચીને મા-બાપની મદદ કરવાની ઇચ્છા ધરાવનાર ચાંદનીની મદદ માટે તમામ સંગઠન ચાંદનીની આગળ આવી છે.

chandnirajgaur

ચાંદનીના ઘરે લાગી મદદગારોની લાઇન

ચાંદનીએ ફેસબુક પર વેચાતી છું મને ખરીદશો, નાથી પોસ્ટ ટેગ હતી. આ સમાચાર ફેલાવ્યા બાદ ચાંદનીના ઘરે મદદ કરનારાઓની લાઇન લાગવાનું શરૂ થઇ ગયું. શુક્રવારે જ વડોદરાના ધારસભ્યએ ચાંદનીના ઘરે જઇને તેને 25000 રૂપિયાની મદદ કરી. સાથે જ વરિષ્ઠ નાગરિકોની એક સંસ્થાએ પણ તેને આર્થિક મદદ કરી છે અને ખાવા-પીવાનો સામાન તથા ધાબળા પણ આપ્યા છે.

ધારાસભ્યએ કહ્યું કે તેમણે સમાચારોના માધ્યમથી ચાંદનીની સ્થિતિ વિશે જાણકારી મળી. આ એકદમ દુખદ અને શરમજનક છે કે કોઇ મહિલાને મજબૂરીમાં આવું પગલું ભરવું પડે. તેમના ઘરની સ્થિતિ એકદમ ખરાબ છે અને તેમની પાસે ખાવાના પણ પૈસા નથી. કહ્યું કે તેમણે બીજા લોકો સાથે પણ વાત કરી છે જે ભોજન અને ધાબળાના માધ્યમથી પરિવારની મદદ કરવા માંગે છે. તેમના પરિવારને સરકાર દ્વારા દરેક સંભવ મેડિકલ મદદ પણ મળશે.

વડોદરાના વાગોડિયા રોડના સીનિયર સિટિજન્સ ગ્રુપે તેના ઘરે જઇને તેને મદદ કરી છે. ગ્રુપના અધ્યક્ષે કહ્યું કે 'અમે તેને કહ્યું છે કે ભવિષ્યમાં કોઇ મુશ્કેલી હોય તો આવું પગલું ભરતાં પહેલાં તે અમારો સંપર્ક કરે.

ફેસબુક પર માતા-પિતાની તબિયત ખરાબ હોવાના લીધે તે કામ પણ કરી શકતી નથી. કંટાળીને તેને ફેસબુક પર પોતાના દેહનો સોદો કરવાની જાહેરાત કરી દિધી. ફેસબુક પોસ્ટ પર લખવામાં આવ્યું છે કે, ''ચાંદની વેચાઉ છે પોતાના માતા-પિતા માટે. માતા લકવાના લીધે અસહાય છે અને પિતાનો પગ તૂટી ગયો છે. ઘર ચલાવવા માટે એક જ રસ્તો બચ્યો છે- પોતાને વેચી દેવાનો. તો સંપર્ક કરો...ચાંદની વેચાઉ છે...73xxxxxxxx.'

તે આમ કેમ કરી રહી છે એમ પૂછવામાં આવતાં આ મોડલે કહ્યું, 'હું ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છું. જ્યારે પણ હું કોઇની પાસે મદદ માંગવ ગઇ તો તે લોકોએ મારા શરીરને લઇને વાતચીત શરૂ કરી દિધી છે. એવામાં હવે કોઇ બીજો રસ્તો સૂઝ્યો નહી અને મેં મારી ઇજ્જત દાવ પર લગાવી દિધી.

તો ચાંદની આ રીતે વેચાવવા માટે થઇ મજબૂર

આર્થિક તંગી સામે ઝઝૂમતાં મજબૂર થયેલી ચાંદનીના ફેસબુક પર પોસ્ટ નાખવાનું બીજું કારણ મજબૂરી સાંભળીને તમે આશ્વર્યમાં પડી જશો. ચાંદનીએ પોતાના બધા સંબંધીઓ પાસે મદદ માંગી, પરંતુ તેને મદદ ન મળી. એક પરિચિતે ચાંદની પાસે પૈસાના બદલામાં તેનું શરીર માંગ્યું. આ સાંભળીને ચાંદની આશ્વર્યમાં પડી ગઇ. ચાંદનીએ વિચાર્યું કે જ્યારે શરીર વેચીને જ મદદ મળશે. તો કેમ ખુલ્લેઆમ આમ ન કરવામાં આવે. એમ વિચારીને ચાંદનીએ પોતાના શરીરની બોલી ફેસબુક પર લગાવી દિધી.

ચાંદની કરવા માંગે છે બીજી છોકરીઓની મદદ

પૈસા જ સૌથી મોટી જરૂરિયાત છે, એ વાત ચાંદની સારી પેઠે સમજી ચૂકી છે. હવે ચાંદની પોતાના જેવી બીજી છોકરીઓની પણ મદદ કરવા માંગે છે. ગુજરાતની આ પુત્રીનું કહેવું છે કે કોઇપણ છોકરી પોતાની મજબૂરીના લીધે વેચાઇ નહી. તેમના સુધી મદદ પહોંચાડવા માંગીશ.

English summary
This came as a shocker to the Baroda city when a girl on social media site Facebook wrote a post for selling herself for money on Wednesday evening. The girl took this step to earn a living for her family that includes paralysed mother and injured father.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more