For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ છોડી ભાજપમાં પરત ફરશે બાવકુ ઉંધાડ

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, અમરેલીના લાઠીના કોંગ્રેસી ધારાસભ્ય બાવકુ ઉંધાડ ભાજપમાં પરત ફરી રહ્યાં છે. આજે અમદાવાદ સ્થિત ભાજપના ખાનપુર કાર્યાલયે વિધિવત રીતે તેઓ પક્ષમાં પરત ફરશે. મહેસાણામાં દૂધસાગર ડેરીના ચીફ એકાઉન્ટન્ટ આર એ મોદીની ધરપકડના વિરોધમાં ડેરીના કર્મચારીઓ દ્વારા વિશાળ વિરોધ રેલી કાઢવામાં આવી હતી. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

બાવકુ ઉંધાડ ભાજપમાં ફરશે પરત

બાવકુ ઉંધાડ ભાજપમાં ફરશે પરત

અમરેલીના લાઠીના કોંગ્રેસી ધારાસભ્ય બાવકુ ઉંધાડ ભાજપમાં પરત ફરી રહ્યાં છે. આજે અમદાવાદ સ્થિત ભાજપના ખાનપુર કાર્યાલયે વિધિવત રીતે તેઓ પક્ષમાં પરત ફરશે. મળતી માહિતી અનુસાર બાવકુ ઉંધાડ સાંજે પત્રકારોને સંબોધીને સત્તાવાર જાણકારી આપશે. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અમરેલી બેઠક કબજે કરવા માટે ભાજપને બાવકુ ઉંધાડની જરૂર છે.

મહેસાણાઃ દૂધસાગર ડેરીના કર્મચારીઓની વિરોધ રેલી

મહેસાણાઃ દૂધસાગર ડેરીના કર્મચારીઓની વિરોધ રેલી

મહેસાણામાં દૂધસાગર ડેરીના ચીફ એકાઉન્ટન્ટ આર એ મોદીની ધરપકડના વિરોધમાં ડેરીના કર્મચારીઓ દ્વારા વિશાળ વિરોધ રેલી કાઢવામાં આવી હતી. જેમાં બે હજારથી વધુ કર્મચારીઓ જોડાયા હતા અને કલેક્ટર રાજકુમાર બેનીવાલને આવેદનપત્ર આપ્યું છે. ડેરીમાં 22.50 કરોડ રૂપિયાની નાણાકીય ગેરરીતિનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

રાજકોટ પાસે અકસ્માતઃ બેના મોત, 12ને ઇજા

રાજકોટ પાસે અકસ્માતઃ બેના મોત, 12ને ઇજા

રાજકોટના જસદણ તાલુકા પાસે આટકોટ ગામના સીમાડે મુસાફરો ભરેલી જીપ અને ટોરસ કન્ટેનર સાથે થયેલા અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય 12ને ઇજા પહોંચતા વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટઃ મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન

રાજકોટઃ મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન

ગુજરાતના મહિલા ક્રિકેટ એસોસિએશન દ્વારા રાજકોટ સ્થિત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ઇન્ટર કોલેજ મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ કર્યો હતો. આ તકે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા લીટલ માસ્ટર સુનિલ ગાવસ્કરના બહેન નુત્તન ગાવસ્કર ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને આ બે દિવસીય ટૂર્નામેન્ટ ખુલ્લી મુકી હતી.

સુરતઃ વૈભવી કારમાં લાગી આગ

સુરતઃ વૈભવી કારમાં લાગી આગ

સુરતના પોશ વિસ્તારમાં આવેલા એક મોલની બહાર પાર્કિંગ કરવામાં આવેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે મોલની બહાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર સળગતાં ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે સળગી ગઇ હતી. મળતા અહેવાલ પ્રમાણે કોઇ જાનહાની થઇ નથી.

English summary
Bavku Undhad will join BJP. here is the top news of gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X