ચૂંટણી પહેલાં શંકરસિંહ વાઘેલા ફરીથી ભાજપમાં જોડાશે?

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી: નરેન્દ્ર મોદીની હવા અને ગુજરાત સ્ટેટ યૂનિટમાં મચેલી ઉથલપાથલથી કોંગ્રેસ હાઇકમાન્ડના પરસેવા છુટવા લાગ્યા છે. ગત 15 દિવસોમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યએ કોંગ્રેસ હાથ છોડી ભગવો ખેસ પહેરી લીધો છે અને તેમાંથી ત્રણ તો વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા છે. ચર્ચા તો એવી થઇ રહી છે કે કોંગ્રેસના દિગ્ગ્જ નેતા શંકર સિંહ વાધેલા પણ ઘરે પરત ફરવાની તૈયારીમાં છે.

સોમવારે દક્ષિણ ગુજરાતની માંડવી સીટના ધારાસભ્ય પ્રભુ વસાવા અને કચ્છના અબડાસાના ધારાસભ્ય છબીલ પટેલે પણ વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દિધું છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બંને પણ ભાજપમાં જોડાઇ રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક વધુ કોંગ્રેસી નેતા પણ ભાજપમાં જોડાવવાના છે. કોંગ્રેસે ભાજપમાં જોડાવવાની યોજના બનાવી રહેલા નેતાઓને શોધવા માટે ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ને લગાવી દેવામાં આવી છે.

જો કે ગુજરાતમાં લોકસભાની બધી જ સીટો 26 જીતવાનો દાવો કરી રહેલા ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના દ્વાર ખોલી દિધા છે. કોંગ્રેસમાં નાસભાગની શરૂઆત 2012માં પૂર્વ ઉપમુખ્યમંત્રી નરહરી અમીનના ભાજપમાં જોડાવવાથી થઇ હતી. ત્યારબાદ વિઠ્ઠલ રાદડિયા અને તેમના ધારાસભ્ય પુત્ર જયેશ રાદડિયા પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગયા. નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસના લગભગ બે ડઝન નેતા ભાજપમાં જોડાઇ ચૂક્યા છે.

મોદી કેમ્પને મોટી સફળતા ત્યારે મળી જ્યારે નરેન્દ્ર મોદીના વિરોધના નામે અસ્તિત્વમાં આવેલી ગુજરાત પરિવર્તન પાર્ટી (જીજીપી)નું સોમવારે ઔપચારિક રીતે ભાજપમાં વિલિનીકરણ થઇ ગયું. જીપીપી અધ્યક્ષ ગોવર્ધન ઝડફિયાએ મંત્રી બનવાની ના કહી દિધું અને નરેન્દ્ર મોદી સાથે બગાવત કરીને 9 વર્ષ પહેલાં અલગ થઇ ગયા હતા.

કોંગ્રેસને લાગી રહ્યું છે કે ગત બે અઠવાડિયા દરમિયાન મોદી કેમ્પ દ્વારા રણનિતી બનાવીને કોંગ્રેસ નેતાઓને પાર્ટીને તોડવાના કામમાં તેજી લાવવામાં આવી છે. કોંગ્રેસને આશંકા છે કે આ અભિયાનમાં ભાજપ નરહરિ અમીન અને વિઠ્ઠલ રાદડિયાનો ખાસ કરીને ઉપયોગ કરી રહી છે. આઇબીને ખાસ કરીને શંકર સિંહ વાધેલા વિશે ચાલી રહેલી ચર્ચાઓને પુષ્ટ કરવા માટે કહ્યું છે. આઇબી કોંગ્રેસના સંભવિત 'દગખોરો'ને શોધવા માટે પત્રકારોની મદદ લઇ રહી છે.

modi-shankar-singh

શંકર સિંહ વાઘેલા વિશે ચાલી રહેલી ચર્ચાઓને લઇને કોંગ્રેસની આશંકાનું નક્કર કારણ પણ છે. તાજેતરમાં ભાજપમાં જોડાનાર કોંગ્રેસીઓને વાઘેલા કેમ્પના હોવાનું માનવામાં આવે છે. વર્ષ 1996માં શંકરસિંહ વાઘેલા અને સીકે રાઉલ જ કોંગ્રેસમાં રહ્યાં છે. સૂત્રોનો દાવો છે કે ચૂંટણી પહેલાં શંકરસિંહ વાઘેલા પણ પોતાની જૂની પાર્ટી ભાજપમાં જોડાઇ જશે.

કોંગ્રેસને લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને ખતમ કરવા માંગે છે અને ચૂંટણી પહેલાં મોટાપાયે તોડફોડ મચાવી શકે છે. સાબરકાંઠા, અમરેલી અને જૂનાગઢમાં ધારાસભ્યો ભાજપ જોડાઇ ગયા હોવાથી ત્રણ લોકસભા વિસ્તારોનું સંતુલન ભાજપ તરફ જોવા મળી રહ્યું છે. ભાજપના ટાર્ગેટ પર હવે સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને બારડોલી છે.

English summary
Before Lok Sabha Elaction Shankar Singh Vaghela may be join BJP. 

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.