For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત: પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને લોન પર મળશે સબસિડી

સુરત: પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને લોન પર મળશે સબસિડી

|
Google Oneindia Gujarati News

સુરતઃ સુરતમાં રવિવારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય) હેઠળ લાભાર્થીઓએ પત્નીના નામે હાઉસિંગ દસ્તાવેજોના રજિસ્ટ્રેશન માટે હોમ લોન સબસિડી મેળવવા મદદ કરવા બદલ ગુજરાત ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પ્રમુખ અને લોકસભા એમપી સીઆર પાટિલનો આભાર માન્યો. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ લાભાર્થીઓ ચૂકવણી માટે રૂપિયા 6 લાખથી 12 લાખ સુધીની લોન 3%ના દરે મેળવી શકશે.

PM Aavas Yojana

ઉલ્લેખનીય છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામ્ય બાબતોના મંત્રાલય(MoHUA)દ્વારા લાગુ કેન્દ્ર સરકારની એક પ્રમુખ યોજના છે જે જૂન 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ વર્ષ 2022 કે જ્યારે દેશની સ્વતંત્રતાને 75 વર્ષ પૂરા થશે ત્યાં સુધીમાં દરેક વ્યક્તિને પોતાનુ ઘર ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના હેઠળ લાભાર્થી ચૂકવણી માટે મહત્તમ 20 વર્ષના સમયગાળા માટે વાર્ષિક 3 થી 6.50 ટકાના દરે રૂપિયા 6 લાખથી 12 લાખ સુધીની લોન મેળવી શકે છે.

નવસારીના ભાજપ લોકસભા એમપી સીઆર પાટિલે જણાવ્યુ કે સુરતના 4000 લોકોને રૂપિયા 100 કરોડનો લાભ મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામ્ય) હેઠળ પીએમ મોદી ગરીબોને તેમના પોતાના ઘર મેળવવામાં મદદ કરી છે. પત્નીના નામે ઘર રજિસ્ટ્રેશન કરાવનાર માટે રૂ2,67,000ની સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. ઘણા લોકો આનાથી અજાણ છે અને સબસિડી મેળવવા માટે સક્ષમ નથી. જેઓ આનાથી વંચિત રહી ગયા છે તેમના માટે મે ગ્રામ્ય વિકાસ સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તક્ષેપથી રૂપિયા 100ના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરીને તેમની પત્નીના નામે ઘર રજિસ્ટર કરવવાની જોગવાઈ કરવામાં આવી. હવે આશરે 4000 લોકો રૂપિયા 100 કરોડની સબસિડી મેળવશે.

ગુજરાતઃ શૈક્ષણિક સંસ્થાઓને એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમય માટે બસો પરના વાહનવેરામાં છૂટગુજરાતઃ શૈક્ષણિક સંસ્થાઓને એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમય માટે બસો પરના વાહનવેરામાં છૂટ

એક લાભાર્થીએ જણાવ્યુ કે બેંકમાંથી મને માહિતી મળી કે જે લોકો પત્નીના નામે ઘરનુ રજિસ્ટ્રેશન કરાવે તેમને લોન પર સબસિડી મળે છે. અમે પાટિલ સાહેબનો સંપર્ક કર્યો અને વિનંતી કરી કે આ લાભ અપાવવામાં અમને મદદ કરે. તેમણે અમને મદદ કરી અને 100 રૂપિયાના સ્ટેમ્પ પર અમે મારી પત્નીના નામે ઘર રજિસ્ટર કરાવ્યુ.

English summary
Beneficiaries of PM Awas Yojana in Surat will get subsidy on loan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X