For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GoAir વિમાન સાથે પક્ષી ટકરાતા લાગી આગ, બધા યાત્રી અને ક્રૂ સુરક્ષિત

અમદાવાદથી બેંગલુરુ જઈ રહેલ GoAirની ફ્લાઈટમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદથી બેંગલુરુ જઈ રહેલ GoAirની ફ્લાઈટમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વિમાનના એન્જિન સાથે પક્ષી ટકરાઈ ગયુ જેના કારણે તેમાં આગ લાગી ગઈ. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. વિમાનમાં સવાર બધા મુસાફરો અને ક્રૂ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ટેક ઑફ રોલ દરમિયાન આ દૂર્ઘટના બની. આ ઘટના પર GoAir એ નિવેદન જારી કરીને કહ્યુ, અમદાવાદથી બેંગલુરુની GoAir ફ્લાઈટ G8 802 માંથી પેસેન્જર અને ક્રૂ મેમ્બર્સ સફળતાપૂર્વક ઉતરી ગયા છે.

GoAir

મુસાફકો માટે એક અલગ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે આ મુસાફરોની ફ્લાઈટ અમદાવાદથી બેંગલુરુ માટે 13.30 વાગે (દિવસના 1.30 વાગે) ઉડાન ભરશે કારણકે બેંગલુરુ રનવે 15 કલાકે (દિવસના 3 વાગે) સુધી બંધ છે. બધા મુસાફરોની મદદ કરવામાં આવી રહી છે અને તેમને રિફ્રેશમેન્ટ પણ આપવામાં આવ્યા છે. GoAirએ કહ્યુ કે મુસાફરો અને ચાલક દળના સભ્યોની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એરલાઈન તેના મુસાફરોને થયેલી કોઈ પણ મુશ્કેલી પર ખેદ વ્યક્ત કરે છે.

તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં પણ ગો એરનુ એ 320 વિમાન મુંબઈથી દિલ્લી માટે રવાના થયાના લગભગ બે કલાક બાદ એન્જિનમાં વધુ કંપનના કારણે પાછુ આવ્યુ હતુ. આ વિમાનમાં પ્રેટ એન્ડ વ્હિટની એન્જિન લાગેલુ હતુ. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેનુ સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યુ હતુ. તેના પર 168 મુસાફરો સવાર હતા.

આ પણ વાંચોઃ આ ખતરનાક સ્ટંટ સેક્સ લાઈફ પર ભારે ન પડી જાય

English summary
Bengaluru-bound GoAir flight's engine caught fire on at Ahmedabad airport Tuesday morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X