• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શૌચાલયનો ઉપયોગ કરો નહીં તો પછી તમારી જોડે થશે આ!

|

આણંદમાં શૌચાલયનો ઉપયોગ ન કરતા લોકો માટે સરકારી અધિકારીએ એક અનોખો અભિગમ અપનાવ્યો છે. તો જો તમે આણંદ તરફ રહેતા હોવ અને ખુલ્લામાં શૌચ કરવા જતા હોવ તો બની શકે કે અચાનક જ કોઇ વ્યક્તિ તમારો રસ્તો રોકી તમને શૌચ કરવા પહેલા એક ગુલાબ આપી દે..

રાઝ ખુલી ગયો: પુરુષો કલાકો સુધી બાથરૂમમાં આ કરે છે!

જો કે ગાંધીગીરી કરીને લોકોને મનાવવાનો આ પ્રયોગ ખરેખરમાં નવતર અને સરાહનીય છે. આ માટે અધિકારીઓએ આઠ ટીમો બનાવી છે. જે વહેલી સવારે તેવા સ્થળો પર જઇને ઊભી રહી જાય છે જ્યાં ગામના લોકો મોટી સંખ્યામાં ખુલ્લામાં શૌચ કરવા આવતા હોય. આ અધિકારીઓ લોકોને ગુલાબનું ફૂલ આપી લોકોને ઘરે શૌચાલય બનાવવા અને તે અંગે સરકારી યોજનાઓની જાણકારી આપે છે. અને આ રીતે "બધા માટે શૌચાયલ"ના અભિયાન માટે લોકોને મનાવી રહી છે.

પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરતા પહેલા આટલું જરૂર વાંચી લેજો!

આણંદ જિલ્લામાં આ અભિયાનના પ્રથમ દિવસે જિલ્લા વિકાસ અધિકારી ડો.એમ.ડી.મોડિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.ભગોરા, તેમજ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.બી.વહોનિયા સહિત તાલુકા વિકાસ અધિકારીઓ પણ જોડાયા હતા. 36 જેટલા ગામોમાં પ્રાથમિક તબકકે આ પહેલ હાથ ધરવામાં આવી છે. આણંદમાં તા.17થી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ આ વાત ધ્યાનમાં લીધી છે કે અનેક લોકોના ઘરે શૌચાલય હોવા છતાં તેઓ શોચક્રિયા માટે ખુલ્લામાં જાય છે.

English summary
Beware! if you are not using toilet at home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X