For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2.9 વર્ષની જેલની સજા થતાં કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ વિધાનસભામાંથી સસ્પેન્ડ

2.9 વર્ષની જેલ થતાં કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ સસ્પેન્ડ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ તાલાલાથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મંગળવારે ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, ભગવાન બારડને ખનીજ ચોરીના મામલામાં સુત્રાપાડા કોર્ટે 1લી માર્ચે 2 વર્ષ અને નવ મહિનાની જેલની સજા ફટકારી છે. લીગલ ડિપાર્ટમેન્ટે અદાલતના ચુકાદાની પ્રમાણિત નકલ સ્પીકરની ઑફિસને મોકલી આપી હતી.

bhagwan barad

લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 8 (3) મુજબ ચૂંટણી ચૂંટાયેલ કોઈપણ નેતા ઓછામાં ઓછા બે વર્ષ માટે કોઈ ગુનામાં જેલની સજા ભોગવે તો સજા મળે તે તારીખથી જ જે-તે મંત્રી કે નેતા પોતાના પદ માટે ગેરલાયક ઠરે છે. જો કે ધારાસભ્ય કે સાંસદની સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યો હોય તો જ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પરંતુ સ્ટે ન આપ્યો હોય તો તે ગેરલાયક ઠરે છે. ઉપરાંત જે-તે નેતા સજા પૂરી કરીને આવે પછીના 6 વર્ષ સુધી પણ તે કોઈપણ ચૂંટણી લડવા માટે ગેરલાયક ગણાય છે.

સ્પીકરે કહ્યું કે ભગવાન બારડને અને રાજ્ય તથા કેન્દ્રીય ચૂંટણી કમિશનરને ભગવાન બારડના સસ્પેન્શન અંગે જાણકારી આપી દેવામાં આવી છે. વધુમાં રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે હવે ગુજરાત વિધાનસભામાં એક સીટ ખાલી થઈ છે.

જણાવી દઈએ કે કોંગ્રેસી ધારાસભ્ય ધારા 379 (ચોરી) અને ધારા 420 (છેતરપિંડી)ના કેસમાં સંડોવણી હોય તેમને આ સજા ફટકારવામાં આવી છ. 1995માં કુલ 2.5 કરોડના ખનીજ ચોરી કરી હોવાના કેસમાં દોષિત જાહેર થયા છે. ભગવાન બારડના સસ્પેન્શન સાથે જ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનો આંકડો ઘટીને 75 થઈ ગયો છે. જ્યારે વિધાનસભામાં ભાજપના કુલ 100 ધારાસભ્ય છે. ભગવાન બારડ ગી અને સોમનાથ જિલ્લાના કોંગ્રેસના પ્રેસિડેન્ટ પણ છે. જે-તે સમયે ઈન્સપેક્ટર એમ.કે. મારુએ ભગવાન બારડ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો- 'શું કરુ હમણાથી મારા દિમાગમાં પાકિસ્તાન રહે છે': કોચ્ચિને કરાંચી બોલ્યા પીએમ મોદી

English summary
bhagwan barad suspended from gujarat assembly due to involvement in mining theft case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X