For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત બંધઃ ગુજરાતમાં કલમ 144, ખેડૂતોના સમર્થનમાં આવ્યા ટેક્સટાઈલ લેબર અને ટ્રાન્સપોર્ટ સંગઠન

કેન્દ્ર સરકારના 3 નવા કૃષિ કાયદાના વિરોધમાં 13 દિવસથી પ્રદર્શન કરી રહેલ ખેડૂત સંગઠનોનુ આજે ભારત બંધ છે. આ બંધની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ કેન્દ્ર સરકારના 3 નવા કૃષિ કાયદાના વિરોધમાં 13 દિવસથી પ્રદર્શન કરી રહેલ ખેડૂત સંગઠનોનુ આજે ભારત બંધ છે. આ બંધની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના હજારો ખેડૂતોએ આ બંધનુ સમર્થન કરવાનુ એલાન કર્યુ છે. ખેડૂત સંગઠનોના સમર્થનમાં ટેક્સટાઈલ લેબર તેમજ ટ્રાન્સપોર્ટના 3 સંગઠનોએ પણ હામી ભરી. જો કે ટેક્સટાઈલ તેમજ ડાયમંડ ઈન્ડસ્ટ્રીના ગણા વેપારીઓએ આ બંધમાં શામેલ થવાનો ઈનકાર કર્યો છે. આના કારણે ગુજરાત સરકાર તેમજ પોલિસ દ્વારા કડકાઈ બતાવવામાં આવી રહી છે. રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જો કે સ્પષ્ટ કહી દીધુ હતુ કે ગુજરાત આ રીતના બંધને સમર્થન નથી કરતુ.

રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી

રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી

સીએમ રૂપાણીએ મીડિયા સામે કહ્યુ કે, 'ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલ ભારત બંધના આહ્વવાનનુ ગુજરાત સમર્થન નથી કરી રહ્યુ. જો કોઈ બળજબરીથી દુકાનો અને અન્ય સંસ્થાઓઓને બંધ કરવાની કોશિશ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.' આને જોતા પોલિસ તૈયારીઓ કરી છે અને રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જે હેઠળ ચારથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અહીં ઘણા સ્થળોએ સવારે 7 વાગ્યાથી પોલિસનો ચુસ્ત બંદોબસ્ત જોઈ શકાય છે. સાથે જ બળજબરી કરનારા પર કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. ભારત બંધના આહ્વાનને સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસનુ એક ષડયંત્ર ગણાવ્યુ છે. તેમણે કહ્યુ કે રાજ્યા ખેડૂતો સરકારથી ખુશ છે અને તે આ બંધમાં શામેલ નહિ થાય. કોંગ્રેસના કાર્યકર્તા જે બળજબરીથી બંધ કરાવવાનો પ્રયત્ન કરશે તો પોલિસ કાર્યવાહી કરવામાં આવશે.

શહેરના મુખ્ય પોઈન્ટ્સ પર ખાસ બંદોબસ્ત

શહેરના મુખ્ય પોઈન્ટ્સ પર ખાસ બંદોબસ્ત

ભારત બંધને નિષ્ફળ બનાવવાની રાજ્ય સરકાર તેમજ પોલિસ દ્વારા ઘણી રીતની તૈયારીઓ કરવામાં આવી છે. સુરતની વાત કરીએ તો ભારત બંધને જોતા પોલિસે શહેરના જરૂરી પોઈન્ટ્સ પર ખાસ બંદોબસ્ત કર્યો છે. પોલિસ વિશેષ રીતે શહેરના બસ સ્ટેન્ડ, એપીએમસી સહિત એ પોઈન્ટ પર ખાસ નજર રાખશે જ્યાં બંધ કરાવવાની સંભાવના રહેશે. અત્યાર સુધી કહેવામાં આવી રહ્યુ હતુ કે ગુજરાતમાં 5 લાખથી વધુ ખેડૂતો ભારત બંધને સમર્થન આપી શકે છે. પરંતુ સરકાર તેમજ પોલિસ જાપ્તાની તૈયારીઓના કારણે અસંભવ લાગી રહ્યુ છે.

સુરત ડાયમંડ એસોસિએશનનુ એ છે વલણ

સુરત ડાયમંડ એસોસિએશનનુ એ છે વલણ

વરાછા મિની બજારમાં ખેડૂત આંદોલન માટે એક દિવસ માટે બજાર બંધની અપીલ કરીને બોર્ડ પણ લગાવવામાં આવ્યુ છે. જો કે સુરત ડાયમંડ એસોસિએશનના અધ્યક્ષ નાનુ વેકરિયાએ કહ્યુ કે એસોસિએશન દ્વારા ખેડૂતોના આંદોલનના કારણે બજાર બંધ કરવાનો કે કામ બંધ રાખવાનુ કોઈ સૂચન આપવામાં આવ્યુ નથી. ઉદ્યોગોને આંદોલન સાથે કોઈ લેવા-દેવા નથી. આ તરફ કન્ફેડરેશન ઑફ ઓલ ઈન્ડિયા ટ્રે઼ડર્સ(કેટ)ના ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ પ્રમોદ ભગતે કહ્યુ કે છૂટક વેપારી દેશમાં ક્યાંય પણ આંદોલનમાં શામેલ નહિ થાય. ટેક્સટાઈલના સંગઠન ફોસ્ટા અધ્યક્ષ મનોજ અગ્રવાલે જણાવ્યુ કે મંગળાર, 8 ડિસેમ્બરે કપડા બજાર સામાન્ય દિવસોની જેમ ચાલુ રહેશે.

સ્વેચ્છાએ શામેલ થવાની અપીલ

સ્વેચ્છાએ શામેલ થવાની અપીલ

માહિતી મુજબ ટેક્સટાઈલ લેબર અને ટ્રાન્સપોર્ટ યુનિયનના 3 સંગઠનોએ ભારત બંધને સમર્થન કર્યુ છે. જો કે અન્ય ટેમ્પો-ટ્રાન્સપોર્ટ કામ ચાલુ રાખવાની વાત કહી રહ્યા છે. સુરત જિલ્લા ટેક્સટાઈલ માર્કેટિંગ મજૂર યુનિયનના અધ્યક્ષ ઉમાશંકર મિશ્રા અને પ્રવકતા શાન ખાને કહ્યુ કે સુરતના કપડા ઉદ્યોગમાં શામેલ શ્રમિક યુનિયન પણ ખેડૂતોના સંઘર્ષમાં તેમની સાથે છે. અમે 3 સંગઠનોએ મળીને ખેડૂત આંદોલનને સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ કોઈને પણ બળજબરીથી બંધ કે પ્રદર્શન કરવા માટે નથી કહ્યુ. શ્રમિકો અને ટ્રાન્સપોર્ટરોને સ્વેચ્છાએ શામેલ થવાની અપીલ કરવામાં આવી છે.

'ભારત બંધ'ના કારણે ઘણી ટ્રેનોના બદલાયા રૂટ, ઘણી કેન્સલ'ભારત બંધ'ના કારણે ઘણી ટ્રેનોના બદલાયા રૂટ, ઘણી કેન્સલ

English summary
Bharat Bandh: Gujarat police imposed section 144, 3 organisation support farmers, effects
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X