ભરત પંડયા: હારતી કોંગ્રેસ જનસમર્થન અને જનમતથી છેલ્લા કિનારે

Subscribe to Oneindia News

પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરીક જૂથબંધીની પરાકાષ્ટા છે. ૨૦-૨૫ વર્ષથી કોંગ્રેસ સત્તાવગર તરફડે છે. કોંગ્રેસ પ્રજામાં જઈ શકતી નથી. કોંગ્રેસે આ અગાઉ પણ આદિવાસી યાત્રા બે વાર જાહેર કરીને કેન્સલ કરી હતી. અને આદિવાસી સભા સંપૂર્ણ નિષ્ફળ ગઈ હતી. "દરિયાકિનારા બચાવ નહીં પણ કોંગ્રેસ બચાવ કાર્યક્રમ છે." કોંગ્રેસ જનમાનસમાં જનસમર્થન અને જનમતથી છેલ્લામાં છેલ્લે કિનારે જ છે. એક પછી એક રાજ્યોમાં કોંગ્રેસ હારતી જાય છે અને કિનારે થતી ગઈ છે. છેલ્લે દિલ્હી મ્યુનિસીપલ કોર્પોરેશનમાં પણ કોંગ્રેસની હાર થઈ. ગુજરાતમાં પણ કોંગ્રેસ દરિયાકિનારે જાતે જ પહોંચી ગઈ છે. કોંગ્રેસ જૂઠ્ઠા આક્ષેપો, અપપ્રચાર અને વેરઝેર ફેલાવવામાં છેલ્લે કિનારે જ નહીં, છેલ્લે પાટલે બેસી ગઈ છે. કોંગ્રેસ નકારાત્મકતામાં અને પ્રજામતના પરિણામોમાં છેલ્લે કિનારે જ છે.

bharat pandya

પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૧૦૦૦ કરોડ ની સાગરખેડૂ યોજનામાં ૩૮ તાલુકાને આવરી લઈને દરીયાપટ્ટી પરના માછીમારો સહિત તમામ લોકોની જનસુવિધા-જનકલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં માછીમારોને ૧૦૦ કરોડના ખર્ચે સેફટી જેકેટ,લાઈફગાર્ડ, જીપીએસ મશીન, એલાર્મ સીસ્ટમ સહિત આધુનિક રીનોવેશન સુવિધા આપવામાં આવે છે. ગયા વર્ષે ૮૦ કરોડની ડિઝલ સબસીડી વધારીને ૧૦૦ કરોડ રૂા.ની કરવામાં આવી છે. એટલું જ નહીં આ વખતે નાની બોટને પણ ૧ લીટર ડીઝલમાં ૧૫ રૂા. સબસીડી સાથે રૂા.૨૨.૫૦ કરોડ વધારાના ફાળવવામાં આવ્યાં છે. એક-બે મહિના પહેલાં જ પાકિસ્તાન માંથી ૪૬૧ માછીમારોને કેન્દ્ર અને રાજય સરકારના પ્રયાસોથી છોડાવવામાં આવ્યાં હતાં.

પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને આદિવાસી સમાજનું સમર્થન ન મળતાં આદિવાસી યાત્રા મોકૂફ રાખવી પડી અને સભા પણ સંપૂર્ણ નિષ્ફળ ગઈ હતી. કચ્છ માંથી નીકળેલી યાત્રાનો સંપૂર્ણ ફ્લોપ શો રહ્યો. જયારે ભાજપના તમામ કાર્યક્રમોમાં જનતાનું પ્રચંડ જનસમર્થન મળતું હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત, બાજીપુરા કે બોટાદના કાર્યક્રમોમાં લાખોની જનમેદનીમાં લાગણીસભર દૃશ્યો સર્જતા હોય છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહની ઉપસ્થિતિમાં સાબરમતી રીવરફ્રન્ટ પર યોજાયેલ વિજય વિશ્વાસ મહાસંમેલન પણ ઐતિહાસિક રહ્યું હતું. અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્થાન કરાવેલ પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીની આદિવાસી વિકાસ ગૌરવયાત્રાનો જબરજસ્ત સ્વાગત, આવકાર અને સમર્થન મળ્યું હતું. જયારે કોંગ્રેસના કાર્યક્રમો વારંવાર મોકૂફ કરવા પડે છે. કોંગ્રેસના કાર્યક્રમોમાં પ્રજાતો જોડાતી નથી પણ કોંગ્રેસની આંતરીક જૂથબંધીને કારણે કોંગ્રેસના કેટલા નેતાઓ જોડતાં હોય છે ?તે પ્રશ્ન રહેતો હોય છે.

English summary
Bharat Pandya: Congress is on the last coast with public support and public opinion.
Please Wait while comments are loading...