For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ કોંગ્રેસને વધુ એક ફટકો, 40 નેતાઓએ પાર્ટી છોડી

ગુજરાતઃ કોંગ્રેસને વધુ એક ફટકો, 40 નેતાઓએ પાર્ટી છોડી

|
Google Oneindia Gujarati News

ભરૂચઃ ગુજરાતના ભરૂચમાં કોંગ્રેસના 40 કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ પાર્ટીથી રાજીનામું આપી દીધું છે. શુક્રવારે જગન્નાથ યાત્રા દરમિયાન હિંસા અને પથ્થરમારાની ઘટનામાં પાર્ટીના નેતાઓના વ્યવહાર પર સવાલ ઉઠાવતા આ કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનાર પાર્ટી પદાધિકારીઓએ આરોપ લગાવ્યો કે જગન્નાથ યાત્રા દરમિયાન થયેલ હિંસામાં જિલ્લાધ્યક્ષ પરિમલ સિંહ નિષ્ક્રિય રહ્યા, જેનાથી તેઓ ખુશ નથી.

હિંસામાં ઘાયલ થયો હતો એક શખ્સ

હિંસામાં ઘાયલ થયો હતો એક શખ્સ

શુક્રવારે જગન્નાથ યાત્રા દરમિયાન પથ્થરબાજીની ઘટનામાં એક શખ્સ ઘાયલ થયો હતો. આ દરમિયાન પોલીસે મામલાને સંભાળતા સ્થિતિને કાબૂમાં લીધી હતી. આ દિવસે ગુજરાતમાં કેટલીય જગ્યાએ ઝારખંડમાં મુસ્લિમ યુવકનું મૉબ લિચિંગ થયું હોવાને લઈ પ્રદર્શન થઈ રહ્યું હતું અને આ દરમિયાન હિંસા પણ થઈ હતી.

કોંગ્રેસ જિલ્લાધ્યક્ષે મૉબ લિંચિંગની નિંદા કરી

કોંગ્રેસ જિલ્લાધ્યક્ષે મૉબ લિંચિંગની નિંદા કરી

કોંગ્રેસ અલ્પસંખ્યક પ્રકોષ્ઠના અધ્યક્ષ અયૂબ સૈયદે કહ્યું કે કોંગ્રસ જિલ્લાધ્યક્ષે મૉબ લિંચિંગ મામલે નિંદા પણ નથી કરી. માટે પાર્ટીથી રાજીનામું આપી રહ્યા છીએ. પરિમલ સિંહ રાણાનું કહેવું છે કે રાજીનામું આપનાર નેતાઓને તેમના પગલાં પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ન માન્યા. જે બાદ તમામનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.

બે ધારાસભ્યોએ પણ ક્રોસ વોટિંગ બાદ રાજીનામાં આપ્યાં

બે ધારાસભ્યોએ પણ ક્રોસ વોટિંગ બાદ રાજીનામાં આપ્યાં

ગુજરાત કોંગ્રેસમાં અંદરોઅંદર લાંબા સમયથી રાજકારણ ગરમાઈ રહ્યું હતું. હાલમાં જ કોંગ્રેસના બે ધારાસભ્યોએ પાર્ટીની સાથોસાથ વિધાનસભાના સભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાએ હાલમાં જ રાજ્યમાં રાજ્યસભા ચૂંટણીમાં વોટ નાખ્યા બાદ રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસ-જેડીએસ પાસે બહુમત નથી, કુમારસ્વામી રાજીનામું આપેઃ યેદુરપ્પાકોંગ્રેસ-જેડીએસ પાસે બહુમત નથી, કુમારસ્વામી રાજીનામું આપેઃ યેદુરપ્પા

English summary
bharuch: 40 party members and workers resigned from congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X