કેબલ બ્રીજ પર બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા મોલાસીસ થયું લીક

Subscribe to Oneindia News

ભરૂચ નજીક નવનિર્મિત કેબલ બ્રીજ પર સુરતથી ભરૂચ તરફ આવતા મોલાસીસ ભરેલા ટેન્કરને પાછળથી ગેસના ટેન્કરએ ટક્કર મારતા આગળ મોલાસીસ ભરેલો ટેન્કરનો આઉટલેટ વાલ્વ તૂટી ગયો હતો. જેને મોલાસીસી બ્રીજ ઉપર ઢોળાયું હતું. અને પાછળના ટેન્કરનો કેબિનનો ભાગનો તૂટી ગયો હતો. અને ટેન્કર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

accient

જેને લઇ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમને હાજર રાખી બંને વાહનોને બ્રિજની સાઈડ પર ખસેડાયા હતા. અને ફાયર દ્વારા મોલાસીસ વોશ કરી ટ્રાફિક સામાન્ય કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઘાયલ ટેન્કર ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો

English summary
Bharuch: Accident happened between two tanker at new cable bridge.
Please Wait while comments are loading...