ભરૂચમાં એમેઝોનના કુરિયરવાળાને 2000 રૂપિયાના છુટ્ટા, ભારે પડ્યા!

Posted By:
Subscribe to Oneindia News

નોટબંધી પછી કેશ સમસ્યા વધી છે. એટલું જ નહીં 2000 રૂપિયાની નવી નોટના છૂટા મેળવવા પણ લોકોને ભારે મુશ્કેલી થઇ રહી છે. ત્યારે આ તમામની વચ્ચે ભરૂચમાં એમેઝોનના કુરિયરવાળાને 2000 રૂપિયાના છુટ્ટા મામલે તેવો તો વિવાદ સર્જાયો કે હોસ્પિટલ જવાનો વારો આવ્યો. પ્રાપ્ત માહિતી મુજબ ડુમવાડમાં રહેતા એક વ્યક્તિએ એમેઝોનની 525 રૂપિયા કિંમતનું પાર્સલ મંગાવ્યું હતું.

2000 rs

તેની ડિલેવરી લઇને જ્યારે એમેઝોનનો કુરિયરવાળો તેમના ઘરે ગયો તો ગ્રાહકે 2000 રૂપિયાની નોટ આપતા, કુરિયર વાળા અને ગ્રાહક વચ્ચે બોલચાલ થઇ. જે બાદ ગ્રાહકે સાંજે તેને ફરી બોલાવી તેની સાથે 3 જેટલા એજન્ટ અને એજન્સી સંચાલકોને માર મારી, માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી. જે બાદ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ભરૂચ ડિવિઝન પોલિસે આ અંગે ફરિયાદ નોંધી હતી

English summary
Bharuch: Amazon courier man harshly beaten by customer for 2000 rs change.
Please Wait while comments are loading...