For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીના આવે તે પહેલા ભરૂચમાં બ્રિજના નામકરણ મામલે હોબાળો

ભરૂચ: ડૉ. બાબા સાહેબ આંબેડકર કેબલ બ્રિજ સમિતિ અને ભીલસ્થાન ટાઇગર સેના દ્વારા કેબલ બ્રિજ ના નામકરણ મુદ્દે દેખાવો કરી જીલ્લા સમહર્તા ને આવેદન પત્ર આપ્યું હતું.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

ગુરુવારે, ભરૂચ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર કેબલ બ્રિજ સમિતિ અને ભીલસ્થાન ટાઇગર સેના ના કાર્યકરો એ સ્ટેશન ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે બાબા સાહેબ ને ફુલહાર કરી જીલ્લા સમહર્તાને આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં ભરૂચ ખાતે નવનિર્માણ પામનાર કેબલ બ્રિજનું નામ ડૉ. બાબા સાહેબ આંબેડકર કેબલ બ્રિજ આપવાની માંગ ઉચ્ચારી હતી. અને જો ઉદ્ઘાટનના સમયે નામ કરણ ની જાહેરાત નહીં થાય તો ભરૂચ બંધ નું એલાન આપવા ની ચીમકી આંબેડકર કેબલ બ્રિજ સમિતિ ના આગેવાન મહેશ પરમારે કરી હતી.

bharuch

તો બીજી તરફ ભરૂચના વેરાગી વાડ વિસ્તારમાં આવેલ આંબેડકર નગર માં રહેતા ૩૩ વર્ષીય કેન્સર પીડિત યુવાન અશોક ડાહ્યાભાઈ સોલંકી એ ડૉ. બાબા સાહેબ કેબલ બ્રિજ નું નામ નહીં આપવા માં આવે તો આત્મવિલોપન ની ચીમકી આપી હતી. આમ ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે ફરી એક વાર કેબલ બ્રિજ ના નામકરણ અંગે નો મુદ્દો ચર્ચાનું કારણ બન્યું હતું. તો બીજી તરફ શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા કેબલ બ્રિજનું નામ ડૉ. બાબા સાહેબ આંબેડકર બ્રિજ આપશે કે નહીં તે બાબત શહેરમાં ચર્ચા નું કેન્દ્ર બનવા પામી છે.

English summary
Bharuch: Before Pm modi visit, Bhim sena appeal to change bridge name
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X