For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભરૂચ ફ્લેશબેક 2020: જાણો ભરૂચ માટે કેવુ રહ્યુ 2020નુ વર્ષ

ભરૂચ માટે વર્ષ 2020 કેવુ રહ્યુ તે અંગે આપણે ફ્લેશબેક 2020 દ્વારા કેટલીક ઘટનાઓના આધારે જાણીશુ.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2020ને અલવિદા કહેવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને હવે આપણે ટૂંક સમયમાં વર્ષ 2021માં પ્રવેશ પણ કરીશુ ત્યારે ભરૂચ માટે વર્ષ 2020 કેવુ રહ્યુ તે અંગે આપણે ફ્લેશબેક 2020 દ્વારા કેટલીક ઘટનાઓના આધારે જાણીશુ. વર્ષ 2020માં ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક રૂપિયા 25 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ વિજિલન્સે ઝડપી પાડ્યો હતો જેમાં સ્ટેટ મોનિટરીંગ ટીમ દ્વારા ઝડપાયેલા દારૂની ગણતરી કરતા કુલ 15, 461 નંગ અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. બુટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

bharuch

Recommended Video

ભરૂચ ફ્લેશબેક 2020 : જાણો ભરૂચ માટે વર્ષ 2020 કેવુ રહ્યું

ઝઘડિયા જીઆઈડીસીની યુપીએલ કંપનીમાં 16 લાખ ઉપરાંતની ચોરીમાં સંડોવાયેલા લોભીઓને ગણતરીના કલાકોમાં જ ઝઘડિયા પોલિસે ઝડપી પાડ્યા હતા. જેમાં કેમિકલ બનાવવામાં ઉપયોગી થતા એન્જિનિયરીંગ મટીરિયલ્સની તસ્કરી કરી ચોર ફરાર થયા હતા. બીજી તરફ ટંકારિયા ગામમાં આવેલી ઝમઝમ પાર્ક કોલોનીમાં આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરીને ચોરો પલાયન થઈ ગયા હતા.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

વર્ષ 2020માં ભરુચના ટંકારિયા ગામમાં વરસાદે માઝા મૂકી હતી. જેમાં વરસાદના પાણી ગામની ભાગોળમાં પ્રવેશતા ગ્રામજનો હાલાકીમાં મૂકાયા હતા. પાલેજ પંથકમાં વરસેલા ભારે વરસાદના કારણે જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. ટંકારિયા ગામમાં તળાવ ઓવરફ્લો થતાં પાણી ભાગોળમાં પ્રવેશી ગયુ હતુ.

રાજકોટ AIIMSનુ PMએ ખાતમુહૂર્ત કરી કહ્યુ, 'દવા પણ કડકાઈ પણ'રાજકોટ AIIMSનુ PMએ ખાતમુહૂર્ત કરી કહ્યુ, 'દવા પણ કડકાઈ પણ'

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોષાધ્યક્ષ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનુ વેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતા સમગ્ર ભરૂચમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલનુ કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. 71 વર્ષીય અહેમદ પટેલ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસમાં સક્રિય હતા. તેમણે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યુ હતુ. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરે અનેક પદ પર કામ કરી ચૂક્યા હતા. અહેમદ પટેલ મૂળ ભરુચના વતની હતા.

English summary
Bharuch flashback 2020: Know how the year gone for Bhauch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X