ભરૂચઃ ટ્રકના ટાયર નીચે આવી જતાં એક વ્યક્તિનું મૃત્યુ

Subscribe to Oneindia News

ભરૂચનાં જંબુસર તાલુકાના ગજેરા પીલવી ચોકડી પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પીલવી ચોકડી પાસે ચાલુ ટ્રકમાંથી એક વ્યક્તિ નીચે પટકાતાં ટ્રકનું પાછળનું ટાયર તેની પર ફરી વળ્યું હતું. તે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વેડચ પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

accident

મળતી માહિતી મુજબ, જંબુસર તાલુકામાં ગજેરા પીલવી ચોકડી પાસેથી રોડ પર એક ટ્રક ચાલક તેની ટ્રક લઇને પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન ટ્રકમાં બેસેલાં મજુર વ્યક્તિ નગીન મોહન રાઠોડ અચાનક ચાલુ ટ્રકમાંથી નીચે પટકાતા ટ્રકનું પાછળનું ટાયર તેમના પર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

English summary
Bharuch : person was dead in accident near Gajra Peelvi road.Read here more.
Please Wait while comments are loading...