ભરૂચ:નબીપુર પાસે ગમખ્વાર અકસ્માત, 3ના અરેરાટી ભર્યા મોત

Subscribe to Oneindia News

ભરૂચના નબીપુર નજીક જાનૈયાઓની બસને અકસ્માત થયો હતો. બસ અને ટ્રક ધડાકાભેર અથડાતા નવોઢા સહિત 3ના મોત થયા છે. એક અહેવાલ મુજબ જાનૈયાઓ સુરતથી દ્વારકા તરફ જઈ રહ્યા હતા. આ અકસ્માત પરોઢિયાના સમયે થયો હતો. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પોલીસ તથા એમબ્યુલન્સ પહોંચી ગઈ હતી અને આ ઘટનાને પગલે લગ્નના હર્ષના માહોલમાં શોકની કાલિમા વ્યાપી ગઈ હતી. અંધારું હોવાથી અકસ્માત કેવી રીતે થયો તેની વિગતો પોલીસને હજી સુધી સાંપડી નથી.

Bharuch

મૃતકોના શબને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતને પગલે ભરૂચ અમદાવાદ હાઇવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઉપરાંત આણંદ પાસે પણ એક અકસ્માતની ઘટનાએ આકાર લીધો હતો. તે જોતા પોલીસ પ્રાથમિક અનુમાન લગાવ્યુ હતું કે, વરસાદ અને ધુમ્મસના વાતાવરણમાં ડ્રાઇવરને વિઝન ન મળતા અકસ્માત થયો હશે. ઉલ્લેખનીય છે કે, નબીપુર પાસેના અક્સમાતમાં ટ્રક અને બસ અથડાઈ ગઈ હતી. તો આણંદમાં બે ખાનગી બસો અથડાઈ હતી.

Accident
English summary
Bharuch: Big accident near Nabipur on Tuesday, 3 died.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.