For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના વિવાદિત ઇન્ટરવ્યૂ પર દિવ્ય ભાસ્કરે માંગી માફી!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 ઓક્ટોબર: ભાસ્કર ગ્રૂપના અખબાર દિવ્યભાસ્કરમાં સ્પષ્ટીકરણ છાપીને ખેદ વ્યક્ત કર્યો છે. અત્રે નોંધનીય છે કે અખબારમાં છપાયેલા આ લેખમાં કહેવાયું હતું કે સરદાર પટેલના અંતિમ સંસ્કારમાં પંડિત જવાહરલાલ નેહરૂ હાજર રહ્યા ન્હોતા.

અખબારે લખ્યું છે કે રવિવારે 27 ઓક્ટોબરના અંકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો હવાલો આપીને સરદાર પટેલની અંતિમ યાત્રા અંગે જે કંઇપણ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા, તેમાં ભાસ્કરના રિપોર્ટર ધીમંત પુરોહિતને નરેન્દ્ર મોદી દ્વારા કોઇ ઔપચારિક મુલાકાત અથવા નિવેદન નથી મળ્યું. આ ભૂલના કારણે અમે દીલગીરી વ્યક્ત કરીએ છીએ. મોદીએ પણ આ અંગે ટ્વિટ કરીને દિવ્યભાસ્કરનો આ અંગે આભાર માન્યો છે.

આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શકીલ અહમદે ટ્વિટ કર્યું હતું કે મોદી ખોટુ બોલી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે પણ આ મામલા પર જણાવ્યું હતું કે સરદાર પટેલના અંતિમ સંસ્કારમાં પંડિત નેહરૂના ગેરહાજરીવાળા નિવેદન માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સાર્વજનિક રીતે માફી માગવી જોઇએ.

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર દિગ્વિજય સિંહે લખ્યું કે મોરારજી દેસાઇની આત્મકથાના પૃષ્ઠ 271 પર નોંધાયું છે કે નેહરૂ અને તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ મુંબઇમાં સરદાર પટેલના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત હતા.

સિંહે જણાવ્યું કે 'એક સ્થાનીય અખબારમાં આજે છપાયેલ પોતાના આ સંબંધિત ઇન્ટર્વ્યૂ માટે મોદીને સાર્વજનિક રીતે માફી માંગવી જોઇએ.'

સમગ્ર ઘટનાક્રમ સ્લાઇડરમાં...

ભાસ્કરમાં મોદીનું વિવાદીત ઇન્ટર્વ્યૂ

ભાસ્કરમાં મોદીનું વિવાદીત ઇન્ટર્વ્યૂ

27 ઓક્ટોબરના રોજ દિવ્યભાસ્કરમાં નરેન્દ્ર મોદીનું આ ઇન્ટર્વ્યૂ છપાયું હતું, જેને પગલે બાદમાં વિવાદ ખડો થયો.

શકિલ અહેમદનું ટ્વિટ

કોંગ્રેસી નેતા શકિલ અહેમદે ટ્વિટ કરી નરેન્દ્ર મોદીને ખોટા ગણાવ્યા હતા.

દિગ્વિજય સિંહે મોદીને વીડિયોથી જવાબ આપ્યો

દિગ્વિજય સિંહે મોદીના ઇન્ટર્વ્યૂમાં આપેલી હકીકતોનું ખંડન કર્યું અને નેહરૂ સરદારના અંતિમ સંસ્કારમાં હાજર હતા તેનો વીડિયો અપલોડ કર્યો હતો.

દિવ્યભાસ્કરનો ખૂલાસો

દિવ્યભાસ્કરનો ખૂલાસો

દિવ્યભાસ્કરે આજે પોતાના છાપામાં ઇન્ટર્યૂ અંગે ખુલાસો કર્યો હતો. અને સ્પષ્ટતા કરી હતી કે 'રવિવારે ૨૭ ઓકટોબરના અંકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટાંકીને સરદાર પટેલની અંતિમ યાત્રા વિશે જે સમાચાર પ્રસિદ્ધ થયા હતા તેમાં ના રિપોટર્રને મોદીએ કોઈ સત્તાવાર ઈન્ટરવ્યૂ કે નિવેદન આપ્યું ન હતું. આ ત્રુટિ બદલ અમને ખેદ છે. '

સ્પષ્ટતા માટે મોદીએ માન્યો ભાસ્કરનો આભાર

નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને વિવાદિત ઇન્ટર્વ્યૂ અંગે સ્પષ્ટતા બદલ ભાસ્કર ગ્રુપનો આભાર માન્યો હતો.

English summary
Bhaskar group apologized for Narendra Modi's controversial interview.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X