મોદીની તપાસની માંગણી કરતી અરજી કોર્ટે નકારી

gujarat-high-court
અમદાવાદ, 14 ઑક્ટોબર : ગુજરાત હાઇકોર્ટની એક બેંચે શુક્રવારે વર્ષ 2002ના કોમી રમખાણોની તપાસ કરતા જસ્ટિસ નાણાવટી અને મહેતા પંચ સમક્ષ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હાજર રહેવા સમન પાઠવવાની પીઆઇએલ ફગાવી હતી. આ કારણે નરેન્દ્ર મોદીને મોટી રાહત મળી છે.

આ પીઆઇએલ સસ્પેન્ડ કરવામાં આવેલા આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ અને સિવિલ રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ) દ્વારા દાખલ કરવામાં આવી હતી.

બેંચે જણાવ્યું હતું કે કોર્ટ કમિશનની કાર્યવાહીમાં દખલગીરી કરી શકે નહીં. જો કે કોર્ટે સંજીવ ભટ્ટને રમખાણો દરમિયાનના સરકારી દસ્તાવેજોની તપાસ કરવાની મંજૂરી આપી છે. જેના આધારે તેઓ કમિશન સમક્ષ બીજું સોગંદનામુ રજૂ કરી શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X