ભાજપના ગઢમાં હાર્દિકની સંકલ્પ સભા, કર્યા આ પ્રહાર

Written By:
Subscribe to Oneindia News

હાર્દિક પટેલે ભાજપના ગઢ સમાન ભાવનગરમાં સંકલ્પ સભા યોજી હતી. રવિવારે યોજવામાં આવેલી આ સભામાં મોટી સંખ્યામાં લોકો હાર્દિક પટેલને મળવા ઊમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે જે રીતે ભાજપ દ્વારા હાર્દિક પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે તે જોતા ભાવનગરની આ રેલીમાં હાર્દિકનું મહત્વ હજી પણ એકબંધ છે તેવું રેલીની ભારે ભીડ અને લોકોનો ઉત્સાહ જોઇને લાગતું હતું. જો કે આ પ્રસંગે હાર્દિક પટેલ ભાજપ પર ચાબખા મારવાનો એક પણ મોકો છોડ્યો નહતો. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાંથી જ જીતુ વાઘાણી ચૂંટાઇને આવ્યા છે. અને આ માટે જ તેને ભાજપનો ગઢ માનવામાં આવે છે. વધુમાં ટ્વિટ કરીને હાર્દિકે જણાવ્યું હતું કે જેની પર જનતાનો હાથ હોય તેનું કોઇ કંઇ નથી બગાડી શકતું.

Hardik Patel

ભાજપના વિરુદ્ધ ટિપ્પણી કરતા હાર્દિક પટેલે કહ્યું કે આનામત વખતે આ જ નેતાઓએ આંદોલનમાંથી હટી જવાની ધમકીઓ આરી હતી પણ અનામત નહતી આપી. ઉલ્લેખનીય છે કે સંકલ્પ સભા સાથે હાર્દિક પટેલ રોડ શો પણ યોજ્યો હતો. જેમાં પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. હાર્દિકે આ સભામાં ભાજપના નેતાઓના પ્રવેશ બંધના પાટીયા લગાવાની વાત લોકોને કહી હતી. સાથે જ ગુજરાત અને ભાવનગર જિલ્લામાં કાનૂન વ્યવસ્થા પડી ભાંગી છે તેવો આક્ષેપ પણ હાર્દિક પટેલે ભાવનગરના પ્રગતીનગર મેદાનમાં કરી હતી.

English summary
Bhavnagar : Huge crowd gathered at Hardik patel Sankalp Yatra, Read More Detail Here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.