ભાવનગરમાં પોલીસે 9 જુગારીઓને ઝડપી પાડ્યા.

Subscribe to Oneindia News

ભાવનગર,એલ.સી.બી.ને ગઇકાલ રાતનાં વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે, સોડવદરા રોડ ઉપર આવેલ બળભદ્દસિંહ બાબુભા ગોહિલની વાડી પાસે કાચા માર્ગ ઉપર લીમડા નીચે જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાનાં પાનાં વડે તીનપતીના પૈસા વતી હારજીતનો જુગાર રમે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતાં ઝડપી પાડેલ છે. પોલીસે ગંજીપતાનાં પાના,રોકડ રૂ.43,990/-,મોબાઇલ ફોન નંગ-9 એમ કુલ મળીને રૂ.1,51,990૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

crime

ભાવનગર એલ.સી.બી. પોલીસે ગંજીપતાનો જુગાર રમતાં નવ ઇસમને કુલ રૂ.1,51,99૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડી આ તમામ વિરૂધ્ધ ભાવનગર,વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી છે. અને તમામને આગળની વધુ કાર્યવાહી થવા માટે વરતેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. નીચે જે જુગારી પકડાયા

  • વિરેન્દ્દસિંહ કનુભા ઝાલા 
  • ખાલીદભાઇ ઇસ્માઇલભાઇ ચૌહાણ 
  • મુસ્તુફાભાઇ શબ્બીરહુસૈન લાકડાવાળા 
  • અકિલભાઇ હબીબભાઇ બાવનકા 
  • અનલભાઇ દોલતરાય શેઠ 
  • અબ્દુલભાઇ આતાભાઇ પીરવાણી 
  • બળભદ્દસિંહ બાબુભા ગોહિલ 
  • મોહીજભાઇ તાહિરઅલી 
  • જગદિશભાઇ પોપટભાઇ ગોહિલ
English summary
Bhavnagar: police arrested 9 person for gambling.Read here more.
Please Wait while comments are loading...