• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોટર વાહન કર વસૂલવામાં ભિલાડ ચેકપોસ્ટ 12મા વર્ષે પણ નંબર 1

|
bhilad-check-post
ભિલાડ, 5 એપ્રિલ : રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉત્પ્રેરીત નાણાંકીય શિસ્ત અને આર્થિક વહીવટને આયોજિત પંચ જેવી સંસ્થાઓ અને ટોચના નાણાંકીય સંગઠનોએ વખાણી છે. આ ગતિશીલ, તેજતર્રાર અને ચુસ્ત નાણાંકીય શિસ્તને સાંગોપાંગ અનુસરીને રાજયના દક્ષિણ પ્રવેશ દ્વાર જેવા ભિલાડ આરટીઓ ચેકપોસ્ટએ, સામા બારણાના પડોશી જેવા મહારાષ્ટ્રના અછાડ આરટીઓ ચેકપોસ્ટ કરતાં છેલ્લા બાર વર્ષ દરમિયાન મોટરવાહન કરની રૂપિયા 510 કરોડથી વધુ આવક મેળવીને અખાડાની ભાષામાં કહીએ તો ધોબીપછાડ આપી છે..!

મોટરવાહન કરની આવકથી રાજયની તિજોરીને છલકાવવામાં ભિલાડ ચેકપોસ્ટ સતત બારમા વર્ષે પડોશી રાજયના અછાડ ચેકપોસ્ટથી એક વ્હેંત આગળ રહયું છે. સન 2001 - 2002માં યશસ્વી નેતૃત્વકાર મોદીએ જયારથી રાજયની શાસન ધૂરા સંભાળી ત્યારથી, આજ પર્યંત ગુજરાત આરટીઓના ભિલાડ વાહન કર નાકાએ મોટરવાહન કરના રૂપમાં રાજયની તિજોરીમાં રૂપિયા 8 અબજ 68 કરોડ 72 લાખ 87 હજાર 199ની આવક જમા કરાવી છે.

જયારે ઉપરોકત સમાન સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રના અછાડ મોટરવાહન કર નાકાએ રૂપિયા 3 અબજ 58 કરોડ 06 લાખ 69 હજાર અને 415ની આવક તેમના રાજય માટે મેળવી છે. આમ, ગુજરાતની ભિલાડ ચેકપોસ્ટે મહારાષ્ટ્રની અછાડ ચેકપોસ્ટ કરતાં છેલ્લા 12 વર્ષ દરમિયાન રૂપિયા 5 અબજ 10 કરોડ 66 લાખ 17 હજાર 784ની વધુ કમાણી કરી છે.

સન 2012 - 2013ના અંતિમ નાણાંકીય વર્ષમાં ગુજરાત-મહારાષ્ટ્રની સરહદોને સાંકળતા સેતુબંધ જેવું ભિલાડ આરટીઓ ચેકપોસ્ટ જે વાહનવ્યવહારની સર્વાધિક વ્યસ્તતા ધરાવતા અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે નં. 8 ૫૨ આવેલું છે, તેની મોટર વાહન કર આવક રૂપિયા 56 કરોડ 85,43,340 રહી છે. તેની સામે મહારાષ્ટ્રના અછાડ ચેકપોસ્ટએ રૂપિયા 50 કરોડ 59, 96,312ની મોટર વાહન કર કમાણી કરી છે.

આમ, ભિલાડ ચેકપોસ્ટએ માંડ દોઢ કિલોમીટર છેવટે આવેલા પડોશી રાજયના ચેકપોસ્ટ કરતાં રૂપિયા 6 કરોડ 25,47,019ની વધુ આવક મેળવી છે. સતત બાર વર્ષની મુઠ્ઠી ઊંચેરા રહેવાનો આ સિલસિલો જળવાયો છે, રસપ્રદ અને ઉલ્લેખનીય વાત એ છે કે રોજેરોજ અંદાજે 15 હજાર વાહનો ભિલાડ ચેકપોસ્ટ વટાવીને મહારાષ્ટ્રમાં દાખલ થાય છે અને એટલા જ વાહનો અછાડ ચેકપોસ્ટ વળોટીને ગુજરાતમાં પ્રવેશ કરે છે.

ગુજરાતના ચકોર અને સક્ષમ નેતૃત્વનું પીઠબળ ભિલાડની આ જવલંત સાફલ્યગાથાનું સર્જક બન્યું છે, ઓકટોબર-૨૦૦૧માં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયનું સુકાન સંભાળતાની સાથે જ ભિલાડ જેવી તમામ સંવેદનશીલ સરહદી ચેકપોસ્ટ ખાતે જવાબદારી સંભાળતા કર્મચારીગણને કડક નાણાંકીય શિસ્ત પાળતા કર્યા છે. તેની સાથે તકેદારીને વધુ સુતીક્ષ્ણ અને ચકોર બનાવીને, છીંડા પુરી દીધાં છે, તેના પરિણામે ભિલાડ સહિતના ચેકપોસ્ટસ વર્ષોવર્ષ જંગી કર આવક મેળવતા થયાં છે.

ભિલાડ ચેકપોસ્ટ ખાતેના કર્મચારીઓ સતત સતર્ક રહીને, રાજયને મળવાપાત્ર મોટર વાહન કરનો પૈસેપૈસો મળે તેની કાળજી રાખે છે જે આ વિજયકૂચ પાછળનું કારણ છે. વિગતવર્ષો દરમિયાન મોટરવાહન કર માળખામાં નોંધપાત્ર ધટાડો પણ થયો છે જેની જાણકારી આપતાં ચેકપોસ્ટના ઇન્ચાર્જ બેરાવાલા જણાવે છે કે, ઓવર લોડેડ વ્હીકલ્સ પર લાગતી પેનલ્ટીની નાબૂદી, અખિલ ભારતીય પરિવહન વાહનો નવીન નેશનલ પરમીટ પોલિસીંગનો અમલ અને મહાકાય ક્રેન્સ જેવા વિશિષ્ઠ વાહનો પર લાગતા કરની નાબૂદી જેવા આવક ધટાડતા નિયમનો અમલી બનવાં છતાં, નાણાંકીય શિસ્તના માપદંડોનું સંપૂર્ણ અને ચૂસ્તપાલન કરીને અમે અછાડ સામેની અમારી સર્વોપરીતા જાળવી શકયાં છે.

English summary
Bhilad checkpost is No 1 in Motor vehicle tax collection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more