દીપડો પાંજરે પૂરાતા ગ્રામીણોમાં આશ્ચર્ય સાથે રાહતની લાગણી
ગુજરાતના અંતરિયાળ ગામોમાં અવારનવાર દીપડાનો ત્રોસ જોવા મળે છે. પરંતુ એક ગામમાં ભૂંડ માટે મુકવામા આવેલા પાંજરામાં દીપડો પુરાયો.
ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં દીપડાનો ત્રાસ હંમેશા વરતાતો હોય છે અને જેવા દીપડાના સગડ મળે કે તુરંત વનવિભાગ પાંજરા મૂકીને દીપડાને કેદ કરી લેતા હોય છે. જોકે અરવલ્લીના ભિલોડામાં આ વખતે કંઇક નવીન ઘટના સામે આવી હતી. જેમાં ખેતરોમાં વધેલા ભૂંડના ત્રાસને ઘટાડવા પાંજરો મુકવામાં આવ્યો હતો પરંતુ તેમાં પકડાઈ ગયો દીપડો.

અરવલ્લીના ભિલોડાના મઉ ગામ અને ભવાનપુર ગામો જે જંગલોની નજીક આવેલા છે તેમાં ભૂંડનો ઘણો ઉપદ્રવ વધી ગયો હતો. તેઓ ખેતર અને વાડીના ઊભા પાકનો સોથ વાળી દેતા હોય છે. આથી ગ્રામીણોએ કંટાળીને વન વિભાગને અરજી કરી હતી કે, તેઓ ભૂંડને પકડવા માટે પાંજરા મૂકે. વન વિભાગે તુરંત જ ગામ લોકોના તથા ખેડૂતોના પાકને થતા નુકસાનને રોકવા ભિલોડાની આરએફઓ પ્રિયંકા પટેલ તથા શામળાજીના આરએફઓએ પગલાં લીધા હતા અને પાંજરા ગોઠવ્યા હતા. પરંતુ રાત્રે આ પાંજરામાં દીપડો આવી જતા સૌને આશ્ચર્ય થયું હતું. છેલ્લા થોડા દિવસથી દીપડાએ દેખા દીધી નહોતી અને અચાનક પાંજરામાં દીપડો આવી જતા ગ્રામીણોમાં રાહત થઈ હતી. જો કે હજી તેમના ખેતરોમાં ભૂંડની હેરાનગતિ યથાવત હોવાથી વન વિભાગ આ સમસ્યાને ઉકેલવા પગલાં લઈ રહી છે. હાલમાં દીપડાને પશુ ચિકિત્સકની દેખરેખમાં રાખવામાં આવ્યો છે.













Click it and Unblock the Notifications
