For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉ. નીમાબેન આચાર્ય હશે ગુજરાત વિધાનસભાના પહેલા મહિલા અધ્યક્ષ, 4 વાર MLA રહી ચૂક્યા છે

ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બદલાયા બાદ હવે વિધાનસભા અધ્યક્ષનો ચહેરો નવો જોવા મળશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બદલાયા બાદ હવે વિધાનસભા અધ્યક્ષનો ચહેરો નવો જોવા મળશે. આના માટે સત્તારુઢ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)એ ભૂજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્યને નીમ્યા છે. રસપ્રદ વાત એ છે કે નીમાબેન સામે વિપક્ષે ગુજરાત વિધાનસભાની પરંપરાને જાળવીને આ પદ માટે ઉમેદવાર ઉતાર્યા નથી.

વિધાનસભાના પહેલા મહિલા સ્પીકર હશે

વિધાનસભાના પહેલા મહિલા સ્પીકર હશે

ડૉ. નીમાબેન આચાર્ય ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલી વાર મહિલા અધ્યક્ષ હશે. જો કે તે ગુજરાત વિધાનસભાના 30માં અધ્યક્ષ કરીકે જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. એટલે કે તેમની પહેલા વિધાનસભાના 29 અધ્યક્ષ રહી ચૂક્યા છે પરંતુ તેઓ પહેલી મહિલા છે જેને સત્તારુઢ પક્ષે અધ્યક્ષ પદ માટે નીમાબેન આચાર્યને નીમ્યા છે. આ પહેલા તેમને પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરવામાં આવી ચૂક્યા છે. ભાજપના એક નેતાએ કહ્યુ કે ભૂજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, રાજેન્દ્ર ત્રિવેદીની જગ્યા લેશે જેમણે 16 સપ્ટેમ્બરે અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. અહીંથી રાજીનામુ આપીને રાજેન્દ્ર ત્રિવેદી નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં શામેલ થઈ ગયા છે.

4 વાર વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે

4 વાર વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે

નીમાબેન ગુજરાતમાં ચાર વાર વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમણે અધ્યક્ષ પદ માટે ભાજપ તેમજ કોંગ્રેસ ધારાસભ્યોના સમર્થથી પોતાનુ નામાંકન પત્ર દાખલ કર્યુ. વળી, ઉપાધ્યક્ષ પદ માટે વિપક્ષી દળ કોંગ્રેસના ધારા,ભ્ય ડૉ. અનિલ જોશીયારાએ દાવેદારી દર્શાવી છે. એક ભાજપ નેતાએ એ પણ જણાવ્યુ કે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ અધ્યક્ષ પદ માટે નીમાબેનના નામાંકનનુ સમર્થન કર્યુ છે. કોંગ્રેસ પણ તેમને પોતાનુ સમર્થન આપવા તૈયાર છે જેના કારણે નીમાબેનનુ સ્પીકર બનવુ નક્કી માનવામાં આવી રહ્યુ છે. હવે 27 કે 28 સપ્ટેમ્બરે વિધાનસભાના ચોમાસુ સત્રમમાં નીમાબેનને ચૂંટવામાં આવશે.

વ્યવસાયે ડૉક્ટર છે નીમાબેન આચાર્ય

વ્યવસાયે ડૉક્ટર છે નીમાબેન આચાર્ય

ડૉ. નીમાબેન આચાર્ય વ્યવસાયે ડૉક્ટર છે. તેમનો જન્મ 12 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરમાં થયો હતો. તેમની ઉંમર 70 વર્ષની છે. રાજકીય જાણકારોનુ કહેવુ છે કે એક મહિલાને વિધાનસભા અધ્યક્ષ બનાવીને ભાજપ મહિલા સશક્તિકરણના પોતાના નારાને બુલંદ કરશે. આ પહેલા ભાજપમાંથી જ આનંદીબેન પટેલ ગુજરાતના પહેલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અધ્યક્ષ ચૂંટાતા પહેલા ભૂજના ભાજપના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી. તેમણે કહ્યુ કે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રહીને મહિલાઓને દરેક ક્ષેત્રમાં સૌથી આગળ લાવવાનો સંકલ્પ લીધો હતો. આની ઝલક આપણે સહુ જોઈ રહ્યા છે.

English summary
Bhuj MLA Dr. Nimaben Acharya will be the 30th Speaker of Gujarat Legislative Assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X