જાણો તમારા ઉમેદવારને : ધોળકાથી ભાજપના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તા 17 નવેમ્બરના રોજ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં ધોળકાની બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ભાજપના વરિષ્ઠ નેતા છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો જન્મ 8 માર્ચ 1950ના રોજ રાજકોટના ગોંડલ તાલુકામાં થયો હતો. ભૂપેન્દ્રસિંહના પિતાનું નામ મનુભા ચૂડાસમા હતું. તેમને એક પુત્ર અને બે પુત્રી છે. ભૂપેન્દ્રસિંહ પહેલી વખત 1990માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે ગુજરાત ભાજપ સરકારમાં ઘણા મહત્વના વિભાગોના મંત્રી રહી ચુક્યા છે. હાલ ભૂપેન્દ્રસિંહ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં શિક્ષણનું ખાતું સંભાળી રહ્યા છે.

Gujarat BJP

એક તરફ જ્યાં કોંગ્રેસમાં શૈક્ષણિક સંસ્થાઓના ખાનગીકરણની વાત કરી રહી છે. ત્યાં જ ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાને શાળાઓના વધતી ફી, ફિક્સ પગારદારોના પ્રશ્નોને લઇને તેમના આ કાર્યકાળ દરમિયાન વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2012ની ચૂંટણીમાં પણ ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા આઇએનલીના પ્રદયુમન ચાવડાને 75,242 વોટથી હરાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ધોળકાની આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેનું વર્ચસ્વ રહેલું છે. જો કે ગત ચૂંટણીમાંં ચૂડાસમાની જીત થઇ હતી. અને તે ભાજપના કદાવર નેતાઓમાંથી એક છે. myneta.in પરથી મળતી માહિતી અનુસાર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા બી.એ.,બી.એડ.અને એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરેલ છે. તેમના મુખ્ય વ્યવસાયમાં વકીલાત અને સમાજ સેવા છે. તેમની પાસે લગભગ 6 કરોડ જેટલી સંપત્તિ છે. તેમના પર કોઇ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી નોંધાયો.

English summary
bhupendra sinh chudasma bjp candidate from dholka assembly seat. Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.