For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં માછીમારી માટે બાયોમેટ્રીક કાર્ડ ફરજિયાત : કોસ્ટગાર્ડ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 8 ઓગસ્ટ : આજે કોસ્ટ ગાર્ડ (સીજી - CG)ના ઇન્સ્પેક્ટર જનરલ કુલદીપસિંહ શેરોને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે ગુજરાત કોસ્ટ ગાર્ડની દરિયાઇ સરદહમાં આવતા વિસ્તારમાં બાયોમેટ્રીક કાર્ડ રજૂ કરવા સિવાય માછીમારોને માછીમારી કરવા દેવામાં આવશે નહી.

શેરોને જણાવ્યું કે 'મારા ધ્યાનમાં છે કે 15 ઓગસ્ટથી માછીમારીની મોસમ શરૂ થઇ રહી છે. આમ છતાં અનેક માછીમારોએ તેમના બાયોમેટ્રીક આઇડેન્ટિટિ કાર્ડ મેળવ્યા નથી. જો અમે એક પણ બોટમાં બાયોમેટ્રીક કાર્ડ વિનાના માછીમારને જોશું તો તે બોટ પાછી મોકલીશું. કોસ્ટ ગાર્ડ 15 ઓગસ્ટ બાદ કોઇ પ્રકારની માછીમારી પ્રવૃત્તિ કરવા દેશે નહીં.'

gujarat-fishermen-association

બીજી તરફ ગુજરાતના પાંચ લાખ જેટલા માછીમારો સરકારના આ નિર્ણય સામે બાથ ભીડે તેવા સંકેત મળી રહ્યા છે.
માછીમારીની સીઝન આવી રહી છે, અને પોરબંદરમાં માછીમારો અને સરકારનો ફીશરીઝ વિભાગ નિર્ણયો પર અમલ માટે માછીમારો સાથે ભીડી રહ્યો છે.

ગુજરાત સરકારે માછીમારોને બાયોમટ્રીક કાર્ડ અને તેમની બોટને ચોક્કસ નંબર આપવાની કામગીરી કરી રહ્યો છે. ફીશરીઝ કમીશનરે આદેશ કર્યો કે હવેથી બાયો મેટ્રીક કાર્ડ નહી હોય તો દરિયામાં માછીમારી કરવા જ નહી જવા દઈએ. માછીમારોની સમસ્યા કંઈક અલગ છે. પોરબંદરમાં પચ્ચીસ હજાર માછીમારો સામે માત્ર ત્રણ હજાર કાર્ડ સરકારે આપ્યા છે, જ્યારે કે સરકાર આવા કાર્ડ સિવાય માછીમારી કરવાની ના પાડે છે.

જ્યાં સુધી સરકાર તમામ બોટ અને માછીમારોને કાર્ડ નહી આપે ત્યાં સુધી દરિયો ખેડવો કેવી રીતે તે પ્રશ્ન માછીમારોને સતાવી રહ્યો છે. આ પ્રશ્ન માત્ર પોરબંદર પુરતો મર્યાદિત નથી પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધીના તમામ માછીમારો આવી મુંઝવણ અનુભવી રહ્યાં છે.

English summary
Bio-metric ID card must for fishing off Gujarat coast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X