જેલમાં રહીને કોડિનાર નપાની ચૂંટણી જીત્યા શિવા સોલંકી

કોડિનાર બેઠક પરથી નગરપાલિકાની ચૂંટણી લડનાર ભાજપી ઉમેદવાર શિવા સોલંકી આરટીઆઇ એક્ટિવિસ્ટ અને પર્યાવરણવાદી અમિત જેઠવાની હત્યાના આરોપમાં જેલમાં કેદ હતા. તેઓ જેલમાં હોવાથી ચૂંટણીપ્રચાર પણ નહી કરી શકનાર શિવા સોલંકીનો ભારે બહુમતીથી વિજય થયો છે.
નોંધનીય છે કે અમિત જેઠવાની હત્યાના આરોપી શિવા સોલંકીનો 2252 જેટલા મત સાથે વિજય થયો છે. શિવા સોલંકી અમિત જેઠવાની હત્યાના કેસના મુખ્ય આરોપી અને ભાજપના જૂનાગઢના સાંસદ દીનુ બોઘા સોલંકીના ભત્રીજા છે.
અત્યાર સુધી મળેલ આંકડાઓ પ્રમાણે ભાજપે ધ્રોળ, જામજોધપુર, કાલાવડ, દ્વારકા, સલાયા, ચાણસ્મા, સાણંદ, વેરાવળ, કોડીનાર, માણાવદર, વંથલી, થાનગઢ, દુધરેજ, રાજૂલા, વડનગર, ધોરાજી, સોનગઢ, જાફરાબાદ, રાપર, ખેડબ્રહ્મા, તલોદ, મહેસાણા, વિદ્યાનગર, તાલાલા, ગારિયાધાર, ગઢડા, ધંધુકા, છાયા અને હાલોલ જેવી મહત્વની નગર પાલિકાઓમાં બહુમતી હાસલ કરી લીધી છે. બીજી બાજુ કોંગ્રેસ માત્ર ચોરવાડ, બાવળા અને વિસાવદર ખાતે આગળ ચાલે છે, તો એનસીબીએ રાણાવાવ નગર પાલિકા કબ્જે કરી લીધી છે.












Click it and Unblock the Notifications
