ભાજપે બાકી રહેલી ચાર બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા

ભાજપે જાહેર કરેલા નામો અનુસાર પ્રાંતિજ (33) બેઠક પર જયસિંહ માનસિંહજી ચૌહાણ, દહેગામ (34) પર રોહિતજી ચંદુજી ઠાકોર, ગાંધાનગર દક્ષિણ (35) બેઠક પર શંભૂજી ચેલાજી ઠાકોર અને ગાંધીનગર ઉત્તર (36)ની બેઠક પર અશોક રણછોડભાઇ પટેલના નામ પર મંજૂરીની મહોર મારી છે.
ઉલ્લેખનીય છે કે આ બેઠકો પર બળવો થવાની સ્થિતિને કારણે ભાજપે આ બેઠકો પર જાહેરાત કરવાની બાકી રાખી હતી. ઉપરાંત આ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો તરીકે શંકરસિંહ વાધેલા અને નરહરિ અમીનને ઉતારી શકે એવી શક્યતાઓને પગલે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી.
ભાજપના પ્રથમ તબક્કાની ઉમેદવારોની યાદી જોવા અહીં ક્લિક કરો.
ભાજપના બીજા તબક્કાની ઉમેદવારોની યાદી જોવા અહીં ક્લિક કરો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 સંબંધિત સમાચારો માટે અહીં ક્લિક કરો.












Click it and Unblock the Notifications
