For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાર બેઠકોની સાથે પહેલી જંગ માટે ભાજપના 87 ઉમેદવાર સજ્જ

|
Google Oneindia Gujarati News

gujarat
અમદાવાદ, 24 નવેમ્બર: ભાજપે ગઇકાલે પોતાની બાકી બચેલી ચાર બેઠકોની ઉમેદવારી પણ જાહેર કરી દીધી હતી. ભાજપે ગઇકાલે પ્રથમ તબક્કાની ચાર બેઠક કેશોદ(88) અરવિંદ લાડાણી, ધોરાજી(75) હરિભાઇ પટેલ, ગોંડલ(73) જયરાજસિંહ જાડેજા અને ગારિયાધાર(101) માટે કેશુભાઇ નાકરાણીના નામની પસંદગી કરી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં લડવા માટે ઉતરનારા ઉમેદવારોના નામની યાદી ભાજપે ગુરુવારે રાત્રે જાહેર કરી હતી. પ્રથમ તબક્કાની 87 બેઠકો પૈકી ભાજપે માત્ર 84 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે કેશોદ(88), ધોરાજી(75), ગોંડલ(73) અને ગારિયાધાર(101)બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કરવામાં બાકી રાખ્યા હતા. આમ કરવાના સંભવિત પરિબળો અને કારણે એકથી વધારે છે. જો કે પ્રથમ દ્રષ્ટિએ જોઇએ તો આ એવી બેઠકો છે જેના પર ભાજપને કટ્ટર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. જોકે ગઇકાલે ભાજપે બાકી રહેલી ચારેય બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી.

ધોરાજી(75)ની બેઠક પર વર્ષ 2007માં કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયા જીત્યા હતા. તેમની સામે મજબૂત ઉમેદવાર તરીકે હરિભાઇ પટેલને મૂકવાનો ભાજપે નિર્ણય કર્યો છે. ગોંડલ(73)ની બેઠક પર કોંગ્રેસે એનસીપીના ઉમેદવાર ચંદુ વઘાસિયાને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. જેની સામે ભાજપે જયરાજસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે. ભાજપે રણનીતિ ઘડીને પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે.

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ભાજપના 84 ઉમેદવારોની યાદીપ્રથમ તબક્કાની ચૂંટણી માટે ભાજપના 84 ઉમેદવારોની યાદી

આ વખતે ભાજપે કેશુભાઇ પટેલને કારણે સૌરાષ્ટ્રની બેઠકો પર જોખમ લેવાનું સાહસ કરવાનું ટાળ્યું છે. આ કારણે સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર ઉમેદવારો રિપિટ કર્યા છે. કેશોદ(88)ની બેઠક પર વર્ષ 2007માં ભાજપના એસસી આગેવાન મકવાણા વંદનાબહેન મનસુખભાઇ જીત્યા હતા. આ વખતે તેમાં જીતની શક્યતા નબળી જણાઇ રહી છે.

English summary
BJP finaly declare last four candidate for first phase of Gujarat assembly election 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X