ગુજરાત ચૂંટણીઃ ભાજપની પ્રથમ યાદી લાભપાંચમ પછી

પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં અમદાવાદની સોળ અને જિલ્લાની પાંચ, સાબરકાંઠાની સાત મળી કુલ ૨૮ બેઠકો માટે ચર્ચા થઇ હતી. નવા સીમાંકનના કારણે લગભગ ૬૦ બેઠકો પર મતદારોના સમીકરણો બદલાયા છે, જેના કારણે પ્રદેશ ભાજપના પ્રમુખ આર.સી. ફળદુ સહિત સાત મંત્રીઓને નવી જગા શોધવી પડે એમ છે. આ ઉપરાંત કેટલાક મંત્રીઓએ પોતાનો મતવિસ્તાર બદલવા પણ પાર્ટીમાં રજૂઆત કરી છે.
આ સાથે જ બેઠકમાં કેશુભાઇ પટેલ, કોંગ્રેસ ઉપરાંત સપા, બસપા, લોકજનશક્તિ પાર્ટી જેવા નાના પક્ષો જ્ઞાતિવાદી રાજકારણ રમીને ભાજપને પરાસ્ત કરવાની વેતરણમાં છે, જે અંગે ચર્ચા કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
