For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ હજારો લોકોની રેલી કરી ચૂકેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટિલમાં દેખાયા કોરોનાના લક્ષણ

ગુજરાતમાં ભાજપ પ્રદેશાધ્યક્ષ સીઆર પાટિલ હોસ્પિટલમાં ભરતી થયા છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપ પ્રદેશાધ્યક્ષ સીઆર પાટિલ હોસ્પિટલમાં ભરતી થયા છે. તેમનામાં કોરોના વાયરસના લક્ષણ મળી આવ્યા છે. વળી, પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં પણ કોરોના સંક્રમિત મળ્યા બાદથી હોબાળો મચી ગયો છે. ભાજપ પ્રવકતા સહિત 7ના પૉઝિટીવ હોવાના સમાચાર છે.

c r patil

તમને જણાવી દઈએ કે ભાજપ પ્રદેશાધ્યક્ષ સીઆર પાટિલની રેલીના કારણે ગયા સોમવાર-મંગળવારે અહીં કાર્યકર્તાઓની ભીડ ભેગી થઈ હતી. એ વખતે સોશિયલ ડિસ્ટંસીંગનુ પણ પાલન થયુ નહોતુ. તે પહેલા પાટિલ અંબાજીના દર્શન માટે પહોંચ્યા હતા જ્યાં પણ ભારે ભીડ એકઠી થઈ હતી. સોમનાથ ધામમાં પણ તેમણે સેંકડો સમર્થકો સાથે એન્ટ્રી લીધી હતી. શંકા છે પાટિલ પણ વાયરસની ચપેટમાં આવી ગયા છે. હાલમાં તે અપોલો હોસ્પિટલમાં ભરતી છે.

સ્થાનિક મીડિયાના હવાલાથી પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા સહિત અન્ય 6 કાર્યકર્તાઓનો રિપોર્ટ કોરોના પૉઝિટીવ આવ્યો છે. જેમાં ભાજપ પ્રદેશ કાર્યાલયના મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચા કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલીફોન ઑપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર બે ડ્રાઈવર અને 2 સફાઈકર્મી શામેલ છે. વળી, પ્રદેશ ભાજપ કાર્યાલય જ્યાં સોમવાર-મંગળવારે ભીડ એકઠી થઈ હતી તેને પણ હવે બંધ કરવુ પડ્યુ છે.

NEET Exam: સુપ્રીમ કોર્ટે ફગાવી નવી અરજી, પરીક્ષા સ્થગિત કરવાનો ઈનકારNEET Exam: સુપ્રીમ કોર્ટે ફગાવી નવી અરજી, પરીક્ષા સ્થગિત કરવાનો ઈનકાર

English summary
BJP gujarat State President C R Patil hospitalized, 7 found covid-19 Positive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X