For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 ઓક્ટોબરથી શરૂ થશે 'ગુજરાત ગૌરવ યાત્રા'

ઓક્ટોબર માસમાં ભાજપ દ્વારા બે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 149 વિધાનસભાની બેઠકોને આવરી લેવાશે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ રાજકીય વાતાવરણ ગરમાઇ રહ્યું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા બાદ તેઓ ઓક્ટોબર માસમાં ફરી એકવાર મધ્ય ગુજરાતની મુલાકાત લેશે. તો બીજી બાજુ ભાજપ દ્વારા પણ ઓક્ટોબર માસમાં ચૂંટણી પ્રચારના ભાગ તરીકે બે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની જાહેરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રેલ મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવી હતી. 4700 કિમી લાંબી આ ગૌરવ યાત્રાની થીમ હશે 'હું વિકાસ છું, હું ગુજરાત છું.'

gujarat gaurav yatra

ગુરૂવારે રેલવે મંત્રી પિયુષ ગોયલે આ અંગે જણાવ્યું હતું કે, 'આ સાડા છ કરોડ ગુજરાતીઓના વિકાસ અને અસ્મિતાની યાત્રા છે, દરેક ગુજરાતીનું એમાં યોગદાન છે અને તેમના અભિવાદન માટે જ આ યાત્રા યોજાઇ રહી છે. અમે ગુજરાતની જનતાને આ યાત્રામાં જોડાવાનું આમંત્રણ આપીએ છીએ. ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન સમારોહની ખાસિયત એ હશે કે, આ દિવસે 7 લાખથી વધુ પન્ના પ્રમુખોનું સંમેલન યોજાશે. આ પ્રમુખો ભાજપની એક કર્મઠ તાકાત છે.' નોંધનીય છે કે, 15 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેનાર છે, જે દરમિયાન તેઓ પન્ના પ્રમુખોનું સંબોધન કરશે.

આ યાત્રાની શરૂઆત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 1 ઓક્ટોબરના રોજ કરશે, 1361 કિમીની આ યાત્રામાં 73 વિધાનસભા બેઠક આવરી લેવામાં આવશે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી 2 ઓક્ટોબરના રોજ યાત્રા કાઢશે, જે 2355 કિમી લાંબી હશે અને તેમાં 73 બેઠકો આવરી લેવામાં આવશે.

English summary
Gujarat Election 2017: BJP to hold 2 Gujrata Gaurav Yatra in October covering 149 seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X