પહેલા ડ્રાઇવર, પછી એક્ટર અને હવે 6ઠ્ઠીવાર બન્યા MLA!

Written By:
Subscribe to Oneindia News

વડોદરા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર વિજેતા સાબિત થયા છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની વાર્તા ઘણી રસપ્રદ છે. રાજનેતા બનતા પહેલાં તેઓ એક અભિનેતા હતા અને એ પહેલાં તેઓ રેલવેમાં ડ્રાઇવર હતા. મધુ શ્રીવાસ્તવ અનેક ગુજરાતી ફિલ્મોમાં જોવા મળ્યા છે. તેઓ ભાજપમાં કિંગ મેકરન ભૂમિકા ભજવી ચૂક્યાં છે. શંકરસિંહ વાઘેલાથી માંડીને નરેન્દ્ર મોદી સુધી તમામને મુખ્યમંત્રી બનાવવાની ભૂમિકા તેઓ ભજવી ચૂક્યાં છે.

Gujarat BJP

વિવાદો સાથે જૂનો સંબંધ

મધુ શ્રીવાસ્તવને વિવાદો સાથે જૂનો સંબંધ છે. તેઓ પોતાની બાહુબલી છબિ માટે જાણીતા છે. વર્ષ 2002માં બેસ્ટ કાંડ બાદ તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. તેમની પર આરોપ હતો કે, તેમણે આ મામલાની પ્રમુખ સાક્ષી ઝહિરા શેખને જીવથી મારી નાંખવાની ધમકી આપી હતી. જો કે, તેમણે હંમેશા આ આરોપો નકાર્યા છે.

MLA

એક્ટિંગનો છે શોખ

મધુ શ્રીવાસ્તવને રાજકારણ સિવાય સિંગિંગ અને એક્ટિંગનો પણ શોખ છે. ગુજરાતી ફિલ્મોમાં તેમને એક અલગ ઓળખાણ મળી છે. થોડા સમય પહેલાં જ તેઓ એક ગુજરાતી ફિલ્મમાં એનકાઉન્ટર સ્પેશ્યાલિસ્ટનો રોલ નિભાવતા જોવા મળ્યા છે. તેમની આ ફિલ્મ બે ભાઇઓની વાર્તા પર આધારિત હતી. આ ફિલ્મના એક સિનમાં તેઓ મંત્રીના પીએને થપ્પડ મારતા નજરે પડે છે.

Vadodare

રાજકારણમાં આગવી ઓળખાણ

મધુ પહેલા રેલવેમાં ડ્રાઇવરહતા અને પછી રાજકારણમાં આવ્યા. તે સમયે તેમણે શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. એ પછી તેમણે કેશુભાઇ પટેલ અને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં પણ મોટી ભૂમિકા ભજવી હતી. આ કારણે રાજકારણમાં તેમની આગવી ઓળખાણ ઊભી થઇ છે.

English summary
bjp mla madhu srivastava had made 3 chief ministers won vadodra wadodiya seat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.