અમિત શાહની એન્ટ્રી લઇને કોઇ ના સુવા સુધી: ભાજપ કારોબારી

Posted By:
Subscribe to Oneindia News

સોમનાથ ખાતે ભાજપ કારોબારીનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ સભાનું સંબોધન કર્યું હતું. અને ગુજરાતના મિશન 150 પ્લસના સંકલ્પ માટે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. નોંધનીય છે કે આ બેઠકમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન, મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીતુ વાઘાણી, પુરૂષોત્તમ રૂપાલા સમતે તમામ ભાજપના મોટા નેતાઓએ હાજરી આપી હતી. વધુમાં અમિત શાહે કારોબારીની આ બેઠકમાં બંધ બારણે કેટલાક નેતાઓ જોડે બેઠક કરતા સમગ્ર માહોલ ગરમાયો હતો.

amit shah

જો કે આ બેઠકમાં પણ મંચ પર આનંદીબેન અને અમિત શાહ વચ્ચેનો મન મોટાવ જોવા મળ્યો હતો. આ બન્ને એકબીજાથી દૂરી બનાવેલી રાખી હતી. જેના કારણે કાર્યકરોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. આજે બે દિવસની આ કારોબારી બેઠકના અંતે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150થી વધુ સીટો મળે તે માટે આ બેઠકમાં નેતાઓએ મક્કમતા દર્શાવી હતી.

Read also : Photos: સોમનાથના 3-D લાઇટ શોની તસવીરો જુઓ અહીં.

જો કે આજે સવારે આ કારોબારીની બેઠકમાં ત્યારે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી નાનુભાઇ વાનાણી ઊંધતા ઝડપાતા તે હાસ્યનું કેન્દ્ર બન્યા હતા. તો વળી અન્ય નેતાઓ પણ સ્માર્ટફોનમાં જ વ્યસ્ત જોવા મળ્યા હતા. ત્યારે તે જોતા આવનારા સમયમાં ભાજપ નાનુભાઇને જેમ ઊંઘતું ઝડપાશે કે પછી 150 સીટોનો ટાર્ગેટ પૂર્ણ કરે તે હવે જોવાનું રહ્યું.

English summary
BJP President Amit Shah attained Gujarat Executive meeting at Somnath. Read more on it here.
Please Wait while comments are loading...