For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મતદારોને આકર્ષવા માટે ભાજપની 'સ્પેશિયલ કિટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi-3d
અમદાવાદ, 28 નવેમ્બર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનું કામ વાયુવેગે જોર પકડી રહ્યું છે. ભાજપ ચૂંટણીમાં કોઇ કસર છોડવાના મૂડમાં નથી. તેના માટે નરેન્દ્ર મોદીના નામની સાથે સાથે કેટલાક નવા અખતરા પણ કરવામાં આવી રહ્યાં છે.

પ્રચારની નવી પદ્ધતિ

ભાજપે ગુજરાતમાં પાર્ટી અને નરેન્દ્ર મોદીનો પ્રચાર કરવા માટે સ્પેશિયલ કિટ તૈયાર કરી છે. આ કિટમાં ટી-શર્ટ, ટોપી, ફેંડશિપ બેલ્ટ, હેરબેંડ, પોકેટમાં રાખવામાં આવતો કાંસકો અને મોબાઇલ કવર સહિત ઘણી બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દરરોજ સામાન્ય માણસની જરૂરીયાતની વસ્તુઓ છે, ભાજપ આ કીટને મફતમાં પોતાના કાર્યકર્તાઓને વહેંચી રહી છે. આ કીટની બધી વસ્તુઓ ભગવા રંગમાં રંગાયેલી છે. આ કીટમાં એક તોરણ પણ છે જેના પર 'શુભ-લાભ' અને કમળનું ચિહ્ન દોરેલું છે.

મોદીનો પ્રચાર

ભાજપના સ્ટેટ સેક્રેટરી ભરત પંડ્યાનું કહેવું છે કે પાર્ટી તરફથી અલગ-અલગ કેટેગરીના મતદારો સુધી પહોંચવા માટે અલગ-અલગ વસ્તુઓ વહેંચવામાં આવી રહી છે. આ કિટ પાર્ટીના કાર્યકર્તાઓને આપવામાં આવી રહી છે. કિટમાં આપવામાં આવેલી ટી-શર્ટ પર નરેન્દ્ર મોદીનો ફોટો છે અને તેના પર લખવામાં આવ્યું છે કે- ફરી જીતશે ગુજરાત. ટી-શર્ટ પર દોરેલા ફોટામાં નરેન્દ્ર મોદીને વિક્ટ્રી સિમ્બોલમાં દર્શાવવામાં આવ્યાં છે. ટી-શર્ટની પાછળ કમળ સાથે મોદીનો એક ફોટો છાપેલો છે.

હાઇ-ટેક પ્રચાર

ભાજપે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ઘણા નવા પ્રયોગો કર્યા છે. નરેન્દ્ર મોદી 3D હોલોગ્રાફિક ટેક્નોલોજીના માધ્યમથી ઘણા સ્થાનોએ જનમેદનીને સંબોધી હતી. આ ટેક્નોલોજીના માધ્યમથી નરેન્દ્ર મોદી અલગ-અલગ જગ્યાઓ પર ભાષણ કરી શકે છે. જોકે હોલોગ્રાફિક ટેક્નોલોજીના માધ્યમથી હવામાં કેટલીક લાઇટની મદદથી બિલકુલ અસલી લાગતી થ્રી ડાઇમેશનલ ઇમેજ તૈયાર કરી શકાય છે.

English summary
BJP's top office-beareres has launched a 'Special Kit' with Cap, Friendship belt, T-Shirts to attract voters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X