રેશ્મા પટેલ : હાર્દિક પટેલ કોંગ્રેસની બી ટીમ છે, કાલે જોડાઇ જાય તોય નવાઇ નહીં

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અને પાસ નેતા દિનેશ બાંભણિયા દ્વારા અમદાવાદમાં બુધવારે મોડી રાતે પાટીદારોને અનામત આપવા મામલે થયેલી બેઠક પછી રેશ્મા પટેલે ટ્વિટ કરીને હાર્દિક પટેલ પર આક્ષેપો કર્યા છે. પૂર્વ પાસ નેતા અને હાલમાં ભાજપમાં જોડાયેલ રેશ્મા પટેલે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ કોંગેસની બી ટીમ હતો જ આજે ફિક્સ થયેલી મિટિંગમાં તે સાબિત પણ થઈ ગયું છે. વધુમાં તેમણે કહ્યું કે આગામી દિવસોમાં પાસ કોંગ્રેસને ટેકો જાહેર કરે તો નવાઈ નહિ. કારણ કે આ બધુ પહેલાથી પ્લાન હતું.

Reshma Patel

વધુમાં તેણે મોડી રાતે ટ્વિટ કરીને પણ કહ્યું કે અડધી રાતે કોંગ્રેસના એજન્ટો અને કોંગ્રેસ વચ્ચે પાટીદાર અનામતની માંગો નહીં પણ ટિકિટ ફિક્સીંગની બેઠક ચાલી હતી. અને પાસની કોંગ્રેસમાં નાટકીય એન્ટ્રી કરીને આ દ્વારા સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજ હોટલમાં વિવાદ પછી આજ દિવસ સુધી હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી સામ સામે મળ્યા નથી. બન્ને પક્ષે જ્યારે પણ બેઠકો થાય છે ત્યારે બંને પક્ષે ખાલી નેતાઓ જ જોવા મળે છે. આ વાત પણ નોંધવા જેવી છે.

English summary
BJP Reshma Patel reaction after congress and Paas leader meeting. Read here more on this news.
Please Wait while comments are loading...