ભાજપની વાઇબ્રન્ટ ચૂંટણીનીતિ એટલે સતત રાજકીય કાર્યક્રમો!
રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું પરિભ્રમણ શરૂ કરાવ્યું છે. આ યાત્રા સમગ્ર રાજ્યમાં 5 જૂલાઇથી 19 જુલાઇ સુધી પરિભ્રમણ કરશે.
રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું પરિભ્રમણ શરૂ કરાવ્યું છે. આ યાત્રા સમગ્ર રાજ્યમાં 5 જૂલાઇથી 19 જુલાઇ સુધી પરિભ્રમણ કરશે. આ દરમિયાન વિવિધ જિલ્લા અને શહેરી વિસ્તારોમાં જુદા જુદા કાર્યક્રમો અને સ્વાગત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

રાજ્યની ભાજપ સરકાર આવતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અવનવા કાર્યક્રમો દ્વારા જનતા વચ્ચે જઇ લોક ભાગીદારી સાંકળવાનો પ્રયોગ કરતી રહે છે. સતત સક્રિયતાથી લોકોને સાંકળાની ભાજપ સરકારની આ નીતિના કારણે ભાજપ એન્ટી ઇન્કમ્બન્સીનો ભોગ બનતું નથી અને 25 વર્ષ જેટલાં લાંબા સમયથી સત્તામાં હોવા છતાં હજું વિપક્ષને ફાવવા દીધી નથી.
ભાજપ સતત જુદા જુદા કાર્યક્રમો આપીને સરકારી તંત્ર અને ભાજપના સંગઠનને સક્રિય રાખે છે. એક કે બીજા કાર્યક્રમોમાં અનિચ્છાએ કે સ્વેચ્છાએ લોક જુવાળને જોડી અને તેમને સતત સરકારની છબી ઘુસાડવાનો પ્રયાસ કરતાં રહેવાની ભાજપની પોલીસી ઘણી કારગર પણ રહી છે.
ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ રોજીંદી અનેક બેઠકો અને જાહેર કાર્યક્રમ યોજાતાં હોય છે. ત્યારે, રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ પણ વિવિધ જગ્યાએ કાર્યક્રમો અને વિકાસ કાર્યોના લોકાર્પણ કે ખાતમુહૂર્તમાં વ્યસ્ત રહે છે. આ કાર્યક્રમોમાં જનતાની ભાગીદારી નિશ્ચિત કરવાની જવાબદારી તંત્ર અને સંગઠનને આપવામાં આવે છે. જે રીતે, ભાજપ સતત ચૂંટણીના મૂડમાં સક્રિય રહી જનતાને સાંકળવા પ્રયાસરત રહે છે. ત્યારે, વિપક્ષ કોંગ્રેસ જનતાને સાંકળ્યા સિવાયના અને જનભાગીદારી સિવાયના કાર્યક્રમો કરી સંતોષ માની લે છે. કોંગ્રેસના નેતાઓની નિષ્ક્રિયતા અને જનભાગીદારી સિવાયની ચૂંટણીની રણનીતિઓના કારણે કોંગ્રેસ અસફળ રહે છે. આ રીતે ખરેખર કોંગ્રેસે સફળ થવા માટે ભાજપની રણનીતિ વિશે ઘણું શિખવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
