For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગજેરામાં સ્ટાર પ્રચારક ભાજપના યુવા મોરચા રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ તેજસ્વી સૂર્યાજીએ સભા સંબોધી

ભારતીય જનતા પાર્ટી દ્વારા 89 માથી 82 બેઠકો પર બોમ્બાર્ડીગ પ્રચારની શરૂઆત કરવામાઁ આવી છે. જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ દ્વારા ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પર્ચાર કર્યો

|
Google Oneindia Gujarati News

કાર્પેટ બોમ્બિંગ અંતર્ગત આજરોજ જાહેર સભાઓનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત જંબુસર વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંત ડી.કે.સ્વામીના સમર્થનમાં ગજેરા ખાતે સ્ટાર પ્રચારક ભાજપના યુવા મોરચા રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ તેજસ્વી સૂર્યાજીએ સભા સંબોધી હતી. જંબુસર વિધાનસભાના ભાજપના ઉમેદવાર સંત ડી.કે.સ્વામીના પ્રચાર અર્થે આજે ગજેરા ગામે નૂતન વિદ્યાલય ખાતે ભાજપના સ્ટાર પ્રચારક તેજસ્વી સૂર્યા, કલાકાર પ્રશાંત બારોટ સાથે ઉમેદવાર સંત દેવકિશોર સ્વામી એ માનવ મેદનીને સંબોધી હતી.

ELECTION
ભાજપના વિધાનસભાના ઉમેદવાર ડી.કે.સ્વામીએ જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધર્મ ને રાજનીતિની એક રથના પૈડાં સાથે સરખાવી. પેહલા રાજકારણ એકલું હતુ હવે રાજકારણ સાથે ધર્મને સાથે લઈ ચાલિયે તો દેશની સંસ્કૃતિ અને ધર્મ માટે ગૌરવની બાબત કહી શકાય. તેઓએ આ સાધુ ઉપર વિશ્વાસ રાખવાનું કહી. જીત્યા પછી જંબુસર-આમોદને નહેર ના પાણીના પ્રશ્નનો 6 મહિનામાં જ હલ લાવવાનીખાત્રી આપી હતી. અંતમાં તેઓએ ગુજરાત ચૂંટણીને લોકસભાની સેમિફાઇનલ ગણાવી હતી.

તેજસ્વી સૂર્યાજીએ જણાવ્યું હતુ કે, દેશમા ગુજરાત એક સુરક્ષિત, શાંત, સમૃદ્ધ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયેલું છે. છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર હોવાના કારણે ગુજરાતના છેવાડા સુધિ વિકાસ પહોંચ્યો છે. જંબુસરમાં ડી.કે. સ્વામીની ઐતિહાસિક જીત સાથે સમગ્ર ગુજરાતમાં આ વખતે ભાજપની જીત અભૂતપૂર્વ રહેવાની છે. જેઓ ગાંધીનગરમાં રાજનીતિ, વિસ્તારનો વિકાસ સાથે સનાતન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દેશમાં 8 વર્ષથી મોદીની સ્થિર સરકારને વૈશ્વિક રાજનીતિ પણ નજર કેન્દ્રિત કરી રહી છે. જેનું જનક 27 વર્ષથી ગુજરાત રહ્યું છે. આ ચૂંટણી પર તમામની નજર છૅ અને આપણે પુંનઃ ભાજપની સત્તા અને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાના છે.

સૂર્યાજીએ વધુમાં જણાવ્યુ હતું કે, જાંબુસરની જનતા ભાજપાને જીતાડીને વિકાસની રાજનીતિને સમર્થન આપશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુજરાતની વિધાનસભાના પરિણામો 2014 ની લોકસભાની ચૂંટણીનું ચિત્ર નક્કી કરશે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી વિજેતા બનાવી મોદીના હાથ મજબૂત કરવા અંતમાં હાકલ કરી હતી. ગુજરાતમાં ૫૦ % થી વધુ મતદાતા યુવાનો છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે યુવાનો હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે:મુંબઈના કલાકાર પ્રશાંત બારોટે દેશ જ્યારે સંકટમાં આવ્યો કે પતનના આરે ઉભો રહ્યો ત્યારે ઉપરવાળા એ આપણી વચ્ચે મહાપુરુષને ઉપસ્થિત કર્યા છે અને હાલ તે નરેન્દ્ર મોદી હોવાનું જણાવી ફરી જંબુસર સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપનું કમળ ખીલવવા આહવાન કર્યું હતું.

English summary
BJP's youth national leader Tejashwi Surya campaigned in a jambusar fashion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X