કાળા નાણાનો હિસાબ આપે કોગ્રેસ: ભરત પંડ્યા

ભરત પંડ્યાએ ગુજરાતી જનતાનો માન્યો આભાર, જણાવ્યું કેવી રીતે મોકલવા પીએમ નરેન્દ્ર મોદીને પોતાના અભિપ્રાય. સાથે જ તેમણે કોંગ્રેસ પર પણ કર્યા આકાર પ્રહાર, વધુ વાંચો અહીં.

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું ગુજરાતની જનતાનો આભાર માનતા કહ્યું કે, કાળુ નાણું અને ભ્રષ્ટાચાર સામેનાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લીધેલા ક્રાંતિકારી નિર્ણયને લોકોએ નાની-મોટી મુશ્કેલીઓ વેઠીને પણ આવકાર્યો છે. તે બદલ ભાજપ જનતાને વંદન કરે છે, અભિનંદન આપે છે.

bharat pandya

ભરતભાઇ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાણાંમંત્રી અરૂણ જેટલી અને રિઝર્વ બેંકના ચેરમેન સાથે વાત કરીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે ધ્યાન દોરીને તેનું નિરાકરણ માટે રજૂઆત કરી હતી અને સહકારી બેંકોને લેવડ-દેવડ માટે હકારાત્મક અભિગમ અપનાવવા તેમજ લગ્ન માટે રૂપિયા અઢીલાખની લેવાની લોકોને તકલીફ ન પડે તે અંગે લાગણીઓ વ્યકત કરી હતી અને ખાસ તો આર.બી.આઈ. તેમજ બેંકો વચ્ચે કોઈપણનો કોમ્યુનિકેશન-ગેપ ન રહે તે માટે રજૂઆત કરી હતી.

vijay rupani

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલ કેન્દ્રનાં નાણાંમંત્રી અને આર.બી.આઈ. સાથે સતત સંપર્કમાં રહીને લોકોને પડતી મુશ્કેલીઓનું સતત ધ્યાન દોરી રહ્યાં છે. તેવું પણ તેમને જણાવ્યું હતું.

મોદીને મોકલો તમારા અભિપ્રાય
ભરતભાઇએ લોકોને અપીલ કરી છે તે તેમની અભિપ્રાયો નરેન્દ્ર મોદી સુધી મોકલે. તેમણે કહ્યું કે લોકહિત અને દેશહિતમાં નિર્ણય લેતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને રૂા.૫૦૦/૧૦૦૦ની નોટબંધી નિર્ણય અંગેનાં અભિપ્રાયો અને સૂચનો લોકો "Narendramodi App" કે તેમનાં ટ્વિટર @narendramodi પર મોકલે.

modi

મોદીના પ્રશ્નો
વધુમાં ભરત પંડયાએ જણાવ્યું હતું કે, આજે પ્રધાનમંત્રીશ્રીએ લોકોનો અભિપ્રાય અને સૂચનો દ્વારા લોકમનને જાણવા ટ્વિટર ઉપર દસ પ્રશ્નો પૂછ્યાં છે. તેનો જવાબ આપી લોકો પોતાની સમસ્યાઓ મોદીજીને જણાવે.
વિપક્ષના વિરોધ મામલે
ભરતભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ એક બાજુ સહકારી બેંકો ઉપર આક્ષેપો કરીને બેંકોમાં લેવડ-દેવડ બંધ રહે તેવી પેરવી કરી રહી છે અને બીજી બાજૂ ખેડૂતોની પડખે ઊભા રહીને દેખાવો કરવાનું નાટક કરી રહ્યાં છે. કોંગ્રેસ લોકોને ઉશ્કેરવા અને પ્રશ્નોનું નિરાકરણ ન આવે તેવી બેવડી રમત રમે છે. આમ, કોંગ્રેસનાં ચાવવાનાં અને દેખાડવાનાં દાંત જૂદાં છે.

money

કોંગ્રેસ રૂા. ૧૦ લાખ કરોડના ભ્રષ્ટાચારનો હિસાબ આપે
કોંગ્રેસનાં આક્ષેપો સામે તીવ્ર પ્રત્યાધાત આપતાં ભરતભાઇએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં છેલ્લા દસ વર્ષનાં શાસનમાં ૧૦ લાખ કરોડનાં કૌભાંડો થયાં છે. તે દેશની જનતા ભૂલી નથી. કોંગ્રેસે પહેલાં તેનો હિસાબ આપવો જોઈએ. કોંગ્રેસના ભ્રષ્ટચારથી વિશ્વમાં ભારત બદનામ થયું હતું, જ્યારે આજે શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ભારત વિશ્વમાં શક્તિશાળી અને ગૌરવશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે અને કોંગ્રેસ કેન્દ્ર સરકાર ઉપર એકપણ પ્રકારનો ભ્રષ્ટાચારનો આક્ષેપ સુદ્ધાં લગાવી શકી નથી.

money

વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસનાં ૬૦ વર્ષનાં ભ્રષ્ટ અને અણઘડ શાસનમાં કોંગ્રેસે દેશની જનતાને ગેસની, કેરોસીનની, ખાતર વગેરેની લાઈનમાં જ ઊભી રાખી હતી. તેથી કોંગ્રેસને પ્રમાણિકતાને સન્માન આપતાં લોકોની લાઈનો વિષે બોલવાનો કોઈ જ અધિકાર નથી.

money

સરકારની નવી જાહેરાતો
તેમણે જણાવ્યું કે લોકોની મુશ્કેલીઓ દૂર કરવા કેન્દ્ર સરકાર સતત નવી જાહેરાતો કરી રહી છે. જેમકે ખેડૂતોને ખાતર ખરીદવા માટે જૂની ૫૦૦ની નોટને મંજૂરી આપવી, ખેડૂતો, નાના-વેપારીઓ અને હોમ અને કાર લોન માટે એક કરોડ સુધીની લોન ચૂકવવા ૬૦ દિવસની મુદત આપવી. એ.પી.એમ.સી.માં નોંધણી ધરાવતાં વેપારીઓને બેંકમાં રૂા.૫૦,૦૦૦/- ઉપાડવા માટેની મંજૂરી આપવી. પાક વિમાનાં પ્રિમિયમમાં પણ ૧૫ દિવસની મંજૂરી આપવી. આમ એક પછી એક છૂટછાટ કે હળવાશના નિર્ણયો કેન્દ્ર સરકાર લઈ રહી છે. ત્યારે લોકો ધીરજ અને આશા સાથે સહકાર આપશે તેવો વિશ્વાસ છે. તેમશ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X