For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે અનુસૂચિત જનજાતિના ઉપપ્રમુખ જસુભીલને 6 વર્ષ માટે પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ

અનુસૂચિત જન જાતિના ઉપપ્રમુખ અને ભાજપ નેતા જસુ ભીલ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપના નેતા જસુ ભીલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમા નોકરી માટે બે લાખ લીધા હોવાની વાત સંભળઇ રહી છે.

|
Google Oneindia Gujarati News

અનુસૂચિત જન જાતિના ઉપપ્રમુખ અને ભાજપ નેતા જસુ ભીલ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપના નેતા જસુ ભીલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમા નોકરી માટે બે લાખ લીધા હોવાની વાત સંભળઇ રહી છે. જે સામે ઉમેદવાર નોકરી ન મળતા નાણાં પરત માંગી રહ્યો છે. આ સમગ્ર વિવાદ બાદ ભાજપ દ્વારા શિસ્ત ભંગ બદલ જસુ ભીલને પક્ષમાંથી સસ્પેન્ડ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

jashu bhail

રાજ્યમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂંટે છે જે બાદ તેની તપાસ થાય અને થોડા સમયમાં જ આ ઘટનાઓ ભૂલાવી દેવામાં આવે છે. દરેક કૌભાંડ પરીક્ષાર્થીઓ સવાલ કરતા હોય કે, પેપરકાંડમાં કેમ મોટા માથાઓને પકડાતા નથી. લાખો બેરોજગાર પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થવાની ઘટનાઓ બંધ થતી નથી. આ તમામ સવાલો વચ્ચે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભાજપના નેતા જસુ ભીલ નોકરી માટે બે લાખ લીધા હોવાની વાત કરતા જણાય છે. જેમાં ઉમેદવારને નોકરી ન મળતા નાણા પરત માંગી રહેલો સંભળાઇ રહ્યો છે.

આ વીડિયોમાં રહેલો ઉમેદવાર કહી રહ્યો છે કે, તેને એસટીમાં કન્ડક્ટરની ભરતી માટે વર્ષ 2018માં પૈસા આપ્યા હતા. જે બાદ પણ તેને નોકરી ન મળતા તે પૈસા પરત માંગી રહ્યો છે. જેના જવાબમાં ભાજપ નેતા જસુ ભીલ એમ કહેતા સંભળાઇ રહ્યા છે કે, આપણે બસ પૈસા કઢાવવાના છે. 24 કલાક ગેસ્ટ હાઉસ ખુલ્લું હોય છે, આ બાબતોની ચિંતા નહીં કરવાની.

હેડક્લાર્કના પેપરકાંડમાં કોઇ મોટા માથાઓના નામ સામે આવ્યા નથી

આ કથિત વીડિયો સવાલ ઉભો થાય કે, શું ભાજપના નેતા જ યુવાનોને નોકરી અપાવવા માટે પૈસાની માંગ કરી છે? શું કોઈ સરકારી નોકરીમાં તમે નેતાજીને પૈસા આપો એટલે તમારી નોકરી પાક્કી થઈ જાય છે? હાલ જસુ ભીલ ભાજપના આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ છે. આ સાથે ભાજપ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ સાથે તેઓ GSRTCના ડિરેક્ટર પણ રહી ચૂક્યાં છે. હેડક્લાર્કની પરક્ષાનું પેપર ફૂંટ્યું હતું. જેની ફરીવાર પરીક્ષા 13 ફેબ્રુઆરીની રોજ લેવામાં આવનાર હતી. જે પણ રદ્દ થઇ હતી. જેની તપાસ થઈ રહી છે, પરંતુ હજૂ સુધીમાં હેડક્લાર્કના પેપરકાંડમાં કોઇ મોટા માથાઓના નામ સામે આવ્યા નથી.

English summary
BJP suspends Scheduled Tribes vice-president Jasubhil from party for 6 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X